ગુજરાત કોરોના Update: રેડ, ઓરેન્જ, ગ્રીન ઝોનની વિગતો
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનને 17 મે સુધી લંબાવાવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ અમદાવાદની સ્થિતિ ગંભીર છે. આજે રાજ્યમાં કુલ 26 જેટલા નવા કોરોના વાયરસના કેસો નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 9 જિલ્લાઓને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ રેડ ઝોનમાં અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, ભાવનગર, ગાંધીનગર અને અરવલ્લીનો સમાવેશ થાય છે.ગુજરાતના 19 જીલ્લાઓને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ, ભરૂચ, બોટાદ, નર્મદા, છોટા ઉદેપુર, મહિસાગર, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ, દાહોદ, કચ્છ, નવસારી, ગીર સોમનાથ, ડાંગ, સાબરકાંઠા, તાપી, જામનગર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.
રાજ્યના 5 જિલ્લાઓને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં જે નિયમો લાગુ પડે છે તે નીચે પ્રમાણે છે.
રાજ્ય સરકાર દ્વારા રેડ, ગ્રીન, ઓરેન્જ ઝોન માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.