કોંગ્રેસભવન ખાતે કાર્યકરોમાં અસંતોષની આગ, ખેસ ઊતારી દીધાં… જૂઓ વિડીયો

અમદાવાદ– અમદાવાદના પાલડી સ્થિતિ ગુજરાત કોંગ્રેસના મુખ્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આજે અસંતોષની આગ ભડકી ઊઠી હતી, જેને લઇને ભારે હોબાળાના દ્રશ્ય સર્જાયાં હતાં. જોકે આ હોબાળો કરનારા લોકો કોગ્રેસના પોતાના જ હતાં, ચાંદખેડા વોર્ડ કોંગ્રેસના આગેવાનો પોતાના ટેકેદારો સાથે જીપીસીસી ખાતે રેલી સ્વરુપે આવી પહોચી ભારે હોબાળો મચાવ્યો હતો અને પક્ષ પ્રવક્તા મનીષ દોશીને સહિત ટોચના નેતાઓને ઉગ્ર રજૂઆતો કરી હતી કે તેમનો અવાજ અવગણવામાં આવે છે અને વર્ષોથી કામ કરતાં સંનિષ્ઠ કાર્યકરોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. આ સાથે લગભગ 200 જેટલા કાર્યકરોએ કોંગ્રેસના ખેસ ઊતારીને ઢગલો કરીને ધરી દીધાં હતાં.જેમનો રોષ ઠારવા માટે પક્ષઅગ્રણીઓએ ભારે સમજાવટ કરવી પડી હતી. આ હોબાળાની કેટલીક ક્ષણો કેમેરાની આંખે નિહાળવા નીચેનો વિડીયો ક્લિક કરો…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]