ગુજરાત: કોંગ્રેસમાં જશ્નનો માહોલ તો ભાજપમાં સન્નાટો…જૂઓ વિડીયો

અમદાવાદ- પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોથી કોંગ્રેસમાં જશ્નનો માહોલ છે, તો બીજી તરફ ભાજપના કાર્યાલયો પર સન્નાટો છવાઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ સત્તાથી વિમુખ હતી, ત્યારે 5 રાજ્યોમાં સારા દેખાવને પગલે કોંગ્રેસમાં પ્રાણ પુરાયો છે. રાજસ્થાન, છતીસગઢ, મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં છેલ્લા ઘણા સમયથી ભાજપનું શાસન હતું. પરંતુ ચૂંટણીના જે પ્રમાણે પરિણામ આવ્યા છે, તેમાં કોંગ્રેસે ઉમદા દેખાવ કર્યો છે. જેને લઇ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોશ વધ્યો છે. તો આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાત કોગ્રેસ સારા દેખાવની આશા સેવી રહ્યું છે. મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસ સતા વિમુખ છે, ત્યારે આજે અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ એકઠા થયાં હતાં, અને ફટાકડા ફોડી તથા નાચ ગાન કરી જશ્ન મનાવ્યું હતું…