અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ (ATS)ને મોટી સફળતા હાથ લાગી છે. આંતરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો મુખ્ય સૂત્રધાર મુનાફ હલારી મુસાને પાકિસ્તાની પાસપોર્ટ સાથે મુંબઈ એરપોર્ટ પરથી પકડી લેવામાં આવ્યો છે. મુનાફ હલારી ગયા વર્ષે ઓગસ્ટમાં ઝડપાયેલા રૂ.1500 કરોડના ડ્રગ્સનો મુખ્ય સંદિગ્ધ છે. એટલું જ નહીં, મુનાફ મુસા 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો પણ આરોપી છે.
ઉલ્લેખનીય છે છે ગયા વર્ષે જામનગર પાસેથી 1500 કરોડનો હેરોઈનનો જથ્થો ગુજરાત ATS દ્વારા જપ્ત કરાયો હતો. જેમાં અઝીઝ અને રફીફ નામના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો લઈ ગુજરાતના દરિયાકાંઠે ઉતારી ઉંઝાથી જીરૂ અને મસાલાના ટ્રકોમાં છુપાવી પંજાબમાં સપ્લાય કરવાનો હતો. પણ તે અગાઉ જ એટીએસ દ્વારા આ ડ્રગ્સ રેકેટને દબોચી લેવામાં આવ્યું હતું.
