ગાંધીનગરઃ નવેમ્બરમાં થનારી શિયાળુ સેમિસ્ટરની પરીક્ષા માટે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)ના વિદ્યાર્થીઓ રાજ્યમાં શરૂ થયેલા 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને માટે શરૂ થયેલા રસીકરણના રાજ્ય સરકારના નિર્ણય પછી ચિંતિત છે, કેમ કે GTUએ પરીક્ષામાં હાજર રહેવા માટે અરજી કરતાં પહેલાં વિદ્યાર્થીઓને રસીકરણનું પ્રમાણપત્ર પ્રાપ્ત કરવું ફરજિયાત કર્યું છે. વિદ્યાર્થીઓને કહ્યું હતું કે રાજ્યમાં પહેલી મેથી 18 વર્ષથી ઉંમરના લોકો માટે રસીકરણ કાર્યક્રમ શરૂ થયો છે, પણ એ કાર્યક્રમ રાજ્યના 10 જિલ્લાઓમાં જ શરૂ થયો છે. વળી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બે ડોઝ વચ્ચે આઠ સપ્તાહનું અંતર હોવું જરૂરી છે.
VCએ આશ્વાસન આપ્યું
વાઇસ નવીન શેઠે વિદ્યાર્થીઓને ચિંતા કરવાની જરૂર નથી. રસી લગાવવી જરૂરી છે. અમે તેમને પરીક્ષા ફોર્મ ભરવાની મંજૂરી આપીશું, પછી ભલે તેમણે રસીનો એક ડોઝ લીધો હોય. અમે એ પ્રમાણપત્ર પર પણ વિચાર કરીશું. અમે રસી નહીં લીધી હોય તો પણ એની પાસે મેડિકલ કારણ છે, પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવાની સત્તા કોલેજના પ્રિન્સિપાલ પાસે હશે.