ધોરણ 10નું પરિણામ જાહેર, 67.50 ટકા પરિણામ,વહેલી સવારથી જોવા મળ્યું વેબસાઇટ પર

અમદાવાદ– રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2018માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર વહેલી સવારથી જ જોવા મળ્યું હતું. જેને લઇને વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઇ રહ્યાં હતાં.

એસએસસીની પરીક્ષામાં આ વર્ષે 11 લાખ વિદ્યાર્થીઓ બેઠાં હતાં.

બોર્ડે દ્વારા સત્તાવાર ડેટા પણ જાહેર કરવામાં આવ્યો હતો.. દરમિયાન ખાસ કરીને ગણિતનું પેપર અત્યંત અઘરું હોવાને લઇને વિદ્યાર્થીઓમાં સારો એવો હાઉ ઊભો થયો હતો. તેમાં સરકાર દ્વારા ગણિતના પેપરમાં ગ્રેસિંગ માર્ક આપવામાં આવતાં પરિણામની ટકાવારી 67.50 ટકા રહી છે. અન્યથા પરિણામ ખૂબ નીચું આવવાની ભીતિ સેવાઇ રહી હતી.

આ વર્ષે પણ વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું

ધોરણ 10 પરિણામની હાઇલાઇટ્સઃ

ગુજરાત રાજ્યનું ઓવર ઓલ પરિણામ 67.50 ટકા

ગત વર્ષ કરતાં એક ટકા પરિણામ ઓછું રહ્યુંઃ ગત વર્ષે 68.24 ટકા હતું

જૂનાગઢ ખોરાસા કેન્દ્રનું સૌથી ઊંચું  96.93 ટકા પરિણામ

દાહોદ સુખસર કેન્દ્રનું સૌથી ઓછું 5.93 ટકા  પરિણામ

સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સૂરતઃ 80.06 ટકા

રીપીટર વિદ્યાર્થીઓનું 14.18 ટકા પરિણામ આવ્યું

ખાનગી ઉમેદવારોનું 6.94 ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં

100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 368 રહી, ગત વર્ષે 451 હતી.

વિજયનો આત્મવિશ્વાસ

અમદાવાદ શહેરનું 72.42 ટકા પરિણામ, એ1 ગ્રેડમાં 485 વિદ્યાર્થીઓ પાસ, અમદાવાદ રુરલનું 70.77 ટકા પરિણામ, એ1 ગ્રેડમાં 323 વિદ્યાર્થીઓ પાસ

અમદાવાદમાં કાંકરીયા કેન્દ્રનું સૌથી વધુ 94.01 ટકા પરિણામ આવ્યું, સૌથી ઓછું પરિણામ રાયપુર કેન્દ્રનું 52.83 ટકા

રાજકોટના  75.92 ટકા વિદ્યાર્થીઓ પાસ, વડોદરાનું 66 ટકા પરિણામ

એ1 ગ્રેડમાં 6,378 વિદ્યાર્થીઓ પાસ થયાં

એ2 ગ્રેડમાં 33,956 વિદ્યાર્થીઓ પાસ થયાં

બી1 ગ્રેડમાં 72,730 વિદ્યાર્થીઓ પાસ થયાં

બી2 ગ્રેડમાં 1,27,110 વિદ્યાર્થીઓ પાસ થયાં

સી 1 ગ્રેડમાં 1,72,350 વિદ્યાર્થી પાસ થયાં

સી2 ગ્રેડમાં 1,13,932 વિદ્યાર્થીઓ પાસ થયાં

ડી ગ્રેડમાં 6,937 વિદ્યાર્થીઓ પાસ થયાં

ઈ1 ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓનો સમાવેશ

વિદ્યાર્થીઓનું  પરિણામઃ 63.73 ટકા પાસ, વિદ્યાર્થિનીઓનું પરિણામઃ 72.69 ટકા પાસ

અંગ્રેજી માધ્યમનું પરિણામ ઘટીને 90.12 ટકા, ગત વર્ષે 92.72 ટકા હતું

ગુજરાતી માધ્યમનું પરિણામ 65.18 ટકા, ગત વર્ષે  65.93 ટકા હતું.

હિન્દી માધ્યમનું પરિણામ 72.30 ટકા, ગત વર્ષે 73.11 ટકા હતું

ગેરરીતિના 105 કેસ, સીસીટીવીમાં ગેરરીતિ કેસના 1,231 વિદ્યાર્થીઓનું પરિણામ અનામત રખાયું

અન્ય કારણસર 675 વિદ્યાર્થીઓનું પરિણામ અનામત રખાયું

કુલ દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંખ્યા 6,015

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]