સરકારી કર્મચારીઓને આનંદ ભયો! 2 ટકા DA વધારતી સરકાર

ગાંધીનગર- જન્માષ્ટમી અને આગામી તહેવારો નિમિત્તે સરકારી કર્મચારીઓને ભેટરુપે સરકારે આ જાહેરાત કરી હતી. સરકારના આઠ લાખથી વધુ અધિકારી-કર્મચારી-પેન્શનરોને 2 ટકા મોંઘવારી ભથ્થાંનો વધારો આપવામાં આવ્યો છે. આ જાહેરાત નાયબ સીએમ નિતીન પટેલે કરી હતી. આ વધારાથી રાજ્યની તિજોરી પર 680 કરોડનું ભારણ વધશે.આ વધારો ૦૧.૦૧.૨૦૧૮થી લાગુ પાડવામાં આવ્યો છે. આ મોંઘવારી ભથ્થુ સપ્ટેમ્બર-૨૦૧૮ના પગાર સાથે ચૂકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકારને રૂ.૬૮૦ કરોડનો વધારાનો વાર્ષિક બોજ પડશે.

રાજ્ય સરકારના ૧,૮૫,૫૭૫, પંચાયત વિભાગના ૨,૦૮,૭૭૧ અને ૪,૨૬,૪૧૮ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૮,૨૦,૭૬૪ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણાં પંચના લાભો મંજૂર કરેલ છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચૂકવવામાં આવે છે.

સરકારે તેના અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને જન્માષ્ટમી તથા આગામી તહેવારોને ધ્યાને લઇને, તા.૦૧.૦૧.૨૦૧૮ થી ૨% મોંઘવારી ભથ્થું રોકડમાં આપવાનો નિર્ણય કર્યો છે.