અમદાવાદ- ગુજરાત અને ગુજરાતીઓ માટે નર્મદા યોજના કેવી દિલમાં વસેલી છે અને તે માટે આજની નવી પેઢીના યુવાનોમાં પણ નર્મદા મુદ્દે કેટલા સંવેદનશીલ છે તેનો તાદ્રશ્ય સાક્ષાત્કાર કર્મશીલ મેધા પાટકરને થઈ ગયો છે.મેધા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનની જાણ થતાં અમદાવાદ મળવા દોડી આવ્યાં હતાં. ઉપવાસ સ્થળ પર તેમનો ભારે સૂત્રોચ્ચાર સાથે પાટીદારોએ વિરોધ કર્યો હતો.હાર્દિકની મુલાકાતે તેઓ જાણીતા ગાંધીવાદીને પણ લઈને આવ્યાં હતાં. તેમને હાર્દિકને મળવા દેવાશે પણ મેધાને નહીં મળવા દેવાય તેમ સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું હતું. મેઘા પાટકરની પાટીદાર યુવાનોએ ઘેરાબંધી કરીને નર્મદા વિરોધી મેધા પાટકર પાછાં જાવ, પાછાં જાવનો નારા પોકાર્યાં હતાં. તેમ જ પાટીદાર સમાજના અગ્રણી યુવાનોએ મેધા પાટકરને હાર્દિરને મળવા દેવાનો ઇનકાર કરી દીધો હતો. તો પાસ સમિતિએ કહ્યું કે અમારી સાથે તેમનો કોઈ સંર્પક થયો ન હતો અને અમે એમને મળવા બોલાવ્યાં નથી.હાર્દિકને મળ્યાં વિના પાછાં ફરતાં મેધા પાટકર
ઉલ્લેખનીય છે કે બહુહેતુક યોજનામાં મેધા પાટકરના કેટલાક ગામડાઓમાં વિસ્થાપિતોના મુદ્દે વર્ષો સુધી ચાલેલા વિરોધને લઈને લાંબો સમય નર્મદા યોજના અટકી ગઈ હતી, જે આજ સુધી પણ સંપૂર્ણ થઈ શકી નથી ત્યારે ગુજરાતભરમાં મેધા પાટકર સામે ભારે વિરોધનો વાવંટોળ આજની તારીખમાં પણ ધરબાઈને પડ્યો છે તે સામે આવી ગયું છે.