ગોધરા ટ્રેન અગ્નિકાંડઃ 16 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ

અમદાવાદ– ગુજરાતના ગોધરામાં વર્ષ 2002માં થયેલ ટ્રેન અગ્નિકાંડના મામલામાં 16 વર્ષથી ફરાર એક આરોપીની મંગળવારે ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. પોલીસ અધિકારીના કહેવા મુજબ ગોધરા પોલીસની એક ટીમે ગોધરા ટ્રેન હત્યાકાંડનો આરોપી યાકુબ પટાલિયા (63 વર્ષ)ની ગોધરામાંથી જ ધરપકડ કરી છે.પોલીસને મળેલી ગુપ્ત સૂચના મળી હતી કે આરોપી યાકુબ મંગળવારે સવારે ગોધરામાં દેખાયો હતો. જેના આધારે પોલીસે આ વિસ્તારની ઘેરાબંધી કરીને આરોપીને પકડ્યો હતો.

યાકુબ પટાલિયાને વિશેષ તપાસ ટીમ(એસઆઈટી)ને સોંપવામાં આવ્યો હતો, અને જે મામલાની તપાસ કરી રહી છે. યાકુબ એ વખતે ભીડમાં સામેલ હોવાનો આરોપ છે, કે જ્યારે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશનની પાસે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બામાં આગ લગાડવામાં આવી હતી.