કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાઃ સચીન તેંડૂલકર આવ્યાં ફરવા

ભૂજ- ભારતીય ક્રિકેટમાં દંતકથારૂપ બની ગયેલાં મહાન ક્રિકેટર સચીન તેંડૂલકર આજે  કચ્છની મુલાકાતે આવ્યાં છે
સચીન અને તેમના અન્ય ચાર મિત્રો સપરિવાર કચ્છ ફરવા આવ્યાં છે.આજે  સવારે ફ્લાઈટમાં ભૂજ એરપોર્ટ પર ઉતરી તેઓ સીધા માંડવી બીચ પર આવેલાં સેરેના બીચ રીસોર્ટ જવા માટે રવાના થયાં હતાં. સચીન તેંડૂલકરની આ મુલાકાત સંપૂર્ણ અંગત છે.તેથી પોતાની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે સચીને રીસોર્ટના સંચાલકોને પણ સ્પષ્ટ લેખિત તાકીદ કરેલી છે. સચીન સંભવતઃ પહેલીવાર કચ્છની ધરતી પર પગ મૂકે છે. તેથી સચીનની એક ઝલક નિહાળવા તેના ચાહકો બેતાબ રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ સચીન આજે  આખો દિવસ કચ્છમાં રહી રાત્રિરોકાણ સેરેના રીસોર્ટમાં કરીને આવતીકાલે પરત હવાઈમાર્ગે રવાના થશે.
અહેવાલ-તસવીરઃ ધરમ ઠક્કર, ભૂજ