દૂધસાગર ડેરીએ ફેડરેશન સાથે છેડો ફાડ્યો, GCMMF દ્વારા આરોપો ફગાવાયાં

મહેસાણાઃ મહેસાણા દૂધસાગર ડેરીની વિશેષ સાધારણ સભા મળી હતી. જેમાં જીસીએમએમએફ ફેડરેશન સાથે છેડો ફાડવામાં આવ્યો હતો. દૂધનો સ્વતંત્ર વેપાર અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી હેઠળ દૂધસાગર ડેરીએ છેડો ફાડતાં આજે જીસીએમએમએફના એમડી આર. એસ. સોઢીએ પત્રકારો સમક્ષ ડેરી સંચાલકોએ કરેલાં આરોપોને ફગાવી દીધાં હતાં અને જણાવ્યું હતું કે, મહેસાણા ડેરીને ચલાવવી છે તો થોડું દૂધ મહેસાણા માટે રાખવું પડશે ને? આ પ્રોબ્લેમ આવી રહ્યો છે દૂધનું સંકલન નથી થતું. ફેડરેશન પાસે 300 કરોડ લેવાના છે ક્યારેક કહે છે 350 કરોડ લેવાના છે ક્યારેક 250 કરોડ. મહેસાણા ફેડરેશન સાથે જે વેપાર કરે છે તે દર મહિને 300 કરોડનો છે.

કોઈપણ વ્યવહારિક ખુલ્લો વેપાર કરીએ છીએ ત્યારે સ્ટોક લઈએ છીએ. જો ગુવાહાટી વેચીએ છીએ 3 અઠવાડિયા લાગે છે. માલ ટ્રાન્ઝિક્ટ નથી થતો, માલ ગોડાઉનમાં છે તે વ્યવહારિક લેણદેણ છે. માત્ર મહેસાણાનું જ નથી બનાસ હોય સાબર હોય, અમારી લેણદેણ બાકી છે. કંઈ પેન્ડિંગ નથી. એપ્રિલમાં 300 કરોડ ઓલરેડી આપી ચૂક્યા છીએ. તો ક્યાં બાકી છે? વ્યવહારિક વાત છે એ તો રહેશે કોઈપણ બિઝનેસમાં હોય.

મલ્ટિ સ્ટેટ થતાં ખેડૂતોને ફાયદો થશે: તેઓ કહે છે કે મલ્ટિ સ્ટેટમાં જવું છે. તેમના નિયામક મંડળ, ખેડૂતોની મરજી છે તેમણે નક્કી કરવાનું છે. મલ્ટિ સ્ટેટમાં જવાથી અમૂલમાંથી નીકળી જઈશું. અમારી બ્રાન્ચથી દિલ્હીમાં દૂધ વેચીશું. દિલ્હીના માર્કેટિંગની વાત કરીએ તો અત્યાર 50 બ્રાન્ડ છે. અમૂલ 30-32 બ્રાન્ડ વેચે છે. તો નવું બ્રાન્ડ જશે તો 10થી 20 હજાર લિટર વેચી શકશે.

મને સૌથી વધુ ચિંતા છે. ખેડૂતોને ફાયદો થઈ શકે છે. કેવી રીતે તો અમારી પાસેના બીજા સંઘો છે જેમ કે બનાસકાંઠા સાબરકાંઠા છે ગાંધીનગર કે સુરેન્દ્રનગર છે. જે મહેસાણા કે પાટણની મંડળીઓ છે તે ફ્રી થઈ જશે તેને દૂધ આપી શકે છે. અત્યારે બનાસ, સાબર 4થી 5 રૂપિયે લિટર વધારે આપી રહી છે.

દેવું કેવી રીતે ભરશો?: બેંક્સના 1500 કરોડ આપવાના છે. બેંક્સને પૈસા કોણ આપશે. જો દૂધનું સેલ જ નહીં થાય તો દૂધ લઈ પણ નહીં શકે. અને હજારો કર્મચારીઓ કામ કરે છે તેમનું શું થશે? અત્યારે 18 લાખ લિટર દૂધ હેન્ડલ કરી રહ્યા છો અને વેચી રહ્યા છો તો વેચી જ નહીં શકો ત્યારે ડેરી કેવી રીતે ચલાવશો? ખેડૂતોને ફાયદો થશે પરંતુ બેંક્સના પૈસા ચૂકવવામાં મુશ્કેલી પડશે. કર્મચારીઓના ભવિષ્યનું શું થશે ખબર નહીં.

બધાને એક જ ભાવ: ફેડરેશન જેટલા પણ સંઘો પાસેથી દૂધ લે છે એ એક જ ભાવે પછી એ દૂધ હોય માખણ હોય એક જ ભાવે લે છે. બધાને એક જ ભાવ આપે છે. ત્યારબાદ બધી ડેરીઓ પોતાનો ખર્ચ કાઢીને ખેડૂતને દૂધનો ભાવ આપે છે. મહેસાણા અન્ય સંઘોથી 4થી 5 રૂપિયા ઓછા આપી રહ્યાં છે તો તેમને પોતાનો વહીવટ જોવો જોઈએ. નિયામક મંડળે પોતાનો વહીવટ જોવો જોઈએ કે કયા કારણે ખર્ચ વધારે છે. ખર્ચ વધારે છે તો ધસારો અને વ્યાજના 300 કરોડ વધી જાય છે. આટલા નાના ખર્ચ હું જણાવું છું.

ખર્ચા જણાવ્યા: થોડા સમય પહેલા ખાંડ બીજા સંઘ 28 રૂપિયામાં ખરીદે છે તે 42 રૂપિયામાં ખરીદે છે 50-60 કરોડ તો ખાંડમાં આપ્યા. તેની થોડા સમય પહેલા હાઈકોર્ટ રિકવરી કરી. દિલ્હીમાં બેઠા છો. દિલ્હીનો આલિશાન ગેસ્ટ હાઉસ લઈ લીધું અને લોકોનું એન્ટેઈનન્ટેટ કરે છે.

અમૂલ ફેડરેશનનું દિલ્હીમાં કોઈ ગેસ્ટ હાઉસ નથી. બનાસ કેટલો મોટો સંઘ છે. તેમને સાઉથ દિલ્હીમાં 20 કરોડનું ગેસ્ટ હાઉસ છે. અમદાવાદમાં એક આલિશાન ઓફિસ લઈ લીધી 4-5 કરોડની. કોઈ અન્ય સંઘની નથી. ત્યાં 20-15 લોકો રાખી દીધા. ખર્ચો ક્યાંથી કરશો.

આરોપને બદલે વહીવટ સુધારો: એક કેમિકલ આવે છે ડવર્ચી 5 છે તેને બીજા લોકો 60 રૂપિયે લિટર ખરીદે છે તેને આ લોકો 80 રૂપિયા આપે છે. કરોડો રૂપિયા આપ્યા છે. મહેસાણાના નિયામક મંડળે જોવું જોઈએ કે અમારા ખર્ચ કેમ વધે છે. પોતાનો વહીવટ જોવો પડશે.

ફેડરેશને તો બધાને એક જ ભાવ આપ્યો છે. ફેડરેશન પર આરોપ લગાવવાને બદલે તમે પોતે તમારો વહીવટ જુઓ. તેને સુધારો. બાકી તમે મહેસાણા અને પાટણના ખેડૂતોને દૂધનો ભાવ વધારે આપી શકો છો.