અમદાવાદઃ ‘ટાઈ’ (TiE) શિખરસંમેલન-૨૦૨૧માં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ એમના સંબોધનમાં જલવાયુ પરિવર્તનની સમસ્યા અંગે વિસ્તૃત ચર્ચા કરી. એમણે કહ્યું કે, રજીસ્ટ્રેશનની સંખ્યા 40,000નો આંક વટાવી ગઈ છે, આથી ‘ટાઈ’નું આ શિખર સંમેલન અત્યાર સુધીનું સૌથી મોટું અને, આજ સુધીની સૌથી મોટી ઉદ્યોગ સાહસિકોની પરિષદ અને વિશ્વમાં સામાજીક સાહસિકોની વિરાટ પરિષદ બની રહી છે.
માનવજાત જે સૌથી મોટા પડકારોનો સામનો કરી રહી છે તે હલ કરવા માટે જો ક્યારેય પણ વિશ્વને પ્રોત્સાહક ઉદ્યોગસાહસિકોની સૌથી વધુ જરૂરિયાત હોય તો તે અત્યારે છે. હું, કેટલાક સંદર્ભો સાથે વાત કરું તો કોવિડ-19 મહામારીએ અનેક પરિબળો ધરાવતી વૈશ્વિક કટોકટીનો સામનો કરવામાં અને તેનો નીતિ વિષયક પ્રતિકાર કરવામાં દુનિયાની નબળાઈ પૂરવાર કરી છે. તેનાથી આપણી વ્યવસ્થામાં આરોગ્ય, શિક્ષણ, માસ-ટ્રાન્ઝીટ નેટવર્ક્સ, સપ્લાય ચેઈન અને નાણાંકિય બજારો સહિતના ક્ષેત્રોમાં રહેલી પાયાની ઊણપો છતી થઈ છે.
આપણે જે રીતે આપણાં જીવનને આગળ ધપાવી છેલ્લા 50 વર્ષથી બિઝનેસ કરી રહ્યા છીએ તે રીતે હવે ચાલુ રાખી શકાય તેમ નથી. જલવાયુ પરિવર્તન સમસ્યા માટે કોઈ રસી નથી! વાતાવરણમાં અંગારવાયુ (Co2) છૂટવાનું પ્રમાણ વર્ષ 1970થી આશરે 100 ગણુ વધ્યું છે. સૌથી મોટો ચિંતાનો વિષય જલવાયુ પરિવર્તનથી ગરીબ લોકોને જે અસર થાય છે તે છે. ઉપાયો એવા હોવા જોઈએ કે જેની મારફતે આપણે આર્થિક, સામાજીક, ગોપનિયતા અને પર્યાવરણલક્ષી નીતિઓ વચ્ચે સેતુનું નિર્માણ કરી શકીએ. પશ્ચિમમાં co2ના જે આણ છૂટા પડે છે તે પૂર્વમાં પણ નુકશાન કરે જ છે. અમીરો દ્વારા છોડવામાં આવેલા CO2 ના આણ ગરીબોને પણ નુકશાન કરે છે. એક ઉદ્યોગસાહસિક તરીકે હું આશાવાદી રહ્યો છું. મારું એવું માનવું છે કે કોવિડ-19 મહામારીએ આપણને વ્યાપક પ્રમાણમાં ESS આધારિત આર્થિક પરિવર્તન તરફ જવાની ફરજ પાડી છે. હું એ બાબતે પણ એટલો જ આત્મવિશ્વાસ ધરાવું છે કે જલવાયુ પરિવર્તન અંગેના ખૂબ જ અર્થપૂર્ણ ઉપાયો ડીજીટલ અને ટેકનોલોજી પ્રેરિત હશે અને તેને ઝડપથી અપનાવી શકાય તેવી નીતિઓનો સહ્યોગ મળશે. હશે.
આગામી 3 દાયકામાં ભારત 28 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે. હવે અપેક્ષા છે કે 2050 સુધીમાં ભારત 28 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે. ભારતની માથાદીઠ આવક હાલમાં અમેરિકાના ત્રીસમા ભાગ જેટલી છે તે વધીને એક તૃતિયાંશ જેટલી થશે. આ એક અચરજ પેદા થાય તેવો વધારો છે. ઉપરાંત વર્ષ 2050માં 1.6 અબજ ભારતીયોનું મધ્યમ (median) આયુષ્ય માત્ર 38 વર્ષનું હશે. વિશ્વને ભારતમાં મધ્યમ વર્ગનું આટલું મોટું પ્રમાણ ફરી ક્યારેય જોવા નહીં મળે અને ઉંમરના ઉપયોગ માટેની ટોચની ઉંમર છે. આ | ઉપરાંત ભારતમાં ડીજીટલ વૃધ્ધિની આ માત્ર શરૂઆત જ છે. આખરી વર્ષોમાં તે જે પ્રવાહ ઉભો કરશે તેની 8 ટકાના સામાન્ય વૃધ્ધિ દરમાં ગણતરી કરવામાં આવી નથી. હું મૂળભૂત રીતે માનું છું કે ભારતનું અર્થતંત્ર હજુ પણ દાયકાના બે આંકડાના વૃધ્ધિ દર સુધી પહોંચશે. આથી મને લાગે છે કે જ્યારે હું વર્ષ 2050 સુધીમાં માં જીડીપીની ધારણા 28 ટ્રિલિયન ડોલરની મૂકુ છું તો તે ધારણા નીચી છે. મારી એવી દ્રઢ માન્યતા છે કે ભારત સામે જે તકો પડેલી છે તેને દુનિયામાં મૂડીરોકાણ માટેનું અત્યંત રોમાંચક સ્થળ બનાવે છે. ખાસ કરીને એવી ટેકનોલોજી માટે કે જે પર્યાવરણલક્ષી હોય. આ રાષ્ટ્ર ઉદ્યોગસાહસિકો માટે ડ્રીમલેન્ડ બની શકે તેમ છે. ભારતમાં વિકેન્દ્રિત ઉર્જા નિર્માણ વ્યાપક પ્રમાણમાં અને ખાસ કરીને ગ્રામ વિસ્તારોમાં પરિસ્થિતિ પલટનાર પરિબળ બની રહેશે.
અંતમાં હું આપને એક સંદેશ આપવા ઇચ્છું છું. કેટલાક સંશોધનોમાં નિર્દેશ કરાયા મુજબ સિંધુ સંસ્કૃતિ ચાર હજાર વર્ષ પહેલાં જલવાયુ પરિવર્તનમાંથી પસાર થઈ હતી. તેના પરિણામો અચોક્કસ હતાં, પરંતુ હાલમાં આપણે જાણીએ છીએ કે જલવાયુ પરિવર્તનની અસરો અચોક્કસ હોઈ શકે નહીં. આપણને ઈચ્છાશક્તિની જરૂર છે અને “ભારતીય ઉદ્યોગસાહસિક” સિવાય બીજું કોણ આવી ઈચ્છાશક્તિ ધરાવી શકશે. ‘ટાઈ’ પ્લેટફોર્મનો વ્યાપ અજોડ છે અને તેણે એવી ચળવળને વેગ આપવો જોઈએ કે જેમાં ઉદ્યોગસાહસિકો અને રોકાણકારો સાથે મળીને પર્યાવરણલક્ષી દુનિયા માટે વાજબી ઉપાયો શોધી કાઢે. ફરી એકવાર હું આપને આ અદભુત શિખરસંમેલન યોજવા બદલ અને આપની સાથે વાત કરવાની તક પૂરી પાડવા બદલ અભિનંદન સાથે આભાર માનું છું.