અમદાવાદ: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલનું લાંબી માંદગી બાદ આજે દુઃખદ નિધન થયું છે. કેશુબાપાને શ્વાસ લેવામાં તકલીફ પડતાં અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ 92 વર્ષના હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ કેશુભાઈના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.
કોરોનાને માત આપી હતી
કેશુભાઈ પટેલે તાજેતરમાં જ કોરોના વાઈરસ બીમારીને માત આપી હતી. જૈફ વય હોવા છતાં તેમણે કોરોનાને હરાવ્યો હતો અને એકદમ સ્વસ્થ થયા હતા.
કેશુભાઈની રાજકીય કારકિર્દી
કેશુભાઈ પટેલ ૧૯૯૫ના માર્ચથી ૧૯૯૫ના ઓક્ટોબર અને ત્યારબાદ ૧૯૯૮ના માર્ચથી ૨૦૦૧ના ઓક્ટોબર સુધી – એમ બે વખત ગુજરાતના મુખ્ય પ્રધાનપદે રહ્યા હતા. આ ઉપરાંત તેઓ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 1945માં કેશુભાઈ પટેલ પ્રચારક તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. 1980માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
કેશભાઈને પરિવારમાં પાંચ પુત્ર અને એક પુત્રી
કેશુભાઈના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લીલાબહેન સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નજીવન દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા હતા. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ તેમના ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઇઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતાં વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2017માં પુત્ર પ્રવીણ પટેલનું નિધન થઈ ગયું હતું. જ્યારે 2018માં સંન્યાસી બની ગયેલા તેમની બીજા દીકરા જગદીશ પટેલનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું.
રૂપાણી સહિત દેશભરના નેતાઓએ આ દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ આપી
કેશુભાઈ પટેલ ગુજરાત ભાજપના સંસ્થાપકમાંના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા. દેશભરના નેતાઓએ આ દિગ્ગજ નેતાને શ્રદ્ધાંજલિ આપી છે. લોકોમાં તેઓ કેશુબાપાના હુલામણા નામે ઓળખાતા હતા. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કેશુભાઈ પટેલના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યું હતું કે કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું એટલું જ નહિ ખેડૂત પુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોકચાહના અપાવી છે. કેશુભાઈના નિધનથી આપણને સૌને મોટી ખોટ પડી છે અને આ ખોટ આપણને સદાય સાલશે. સદગત કેશુભાઈના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ સૌ વતી કરી છે.
Our beloved and respected Keshubhai has passed away…I am deeply pained and saddened. He was an outstanding leader who cared for every section of society. His life was devoted towards the progress of Gujarat and the empowerment of every Gujarati. pic.twitter.com/pmahHWetIX
— Narendra Modi (@narendramodi) October 29, 2020
हम सभी के प्रिय, श्रद्धेय केशुभाई पटेल जी के निधन से मैं दुखी हूं, स्तब्ध हूं। https://t.co/kWCDdWmyOR
— Narendra Modi (@narendramodi) October 29, 2020
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રએ એક ગૌરવપૂર્ણ નેતા ગુમાવ્યા છે.
શ્રી કેશુભાઈનું સમાજસેવા અને ભારતીય મૂલ્યો પ્રત્યે અપ્રતિમ મનોબળ હંમેશા ઉદાહરણરૂપ બની રહેશે.તેમના કુટુંબને અને મિત્રોને મારી દિલસોજી.
— President of India (@rashtrapatibhvn) October 29, 2020
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ આપી
Shri Keshubhai Patel will always be remembered for his unwavering commitment to serve the people.
Former Chief Minister of Gujarat, Keshu Bhai was a political stalwart who played a significant role in strengthening the BJP in the state. Deeply pained by his demise today.
— Rajnath Singh (@rajnathsingh) October 29, 2020
શંકરસિંહ વાઘેલાએ શોક વ્યક્ત કર્યો
તેમની સાથે ખભેખભો મિલાવીને કામ કરનારા શંકરસિંહ વાઘેલાએ શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે 52 વર્ષના અમારા સંબંધો હતા. રાજકોટના સામાન્ય પરિવારમાં ખેડૂત જન્મેલ અમારા કેશુભાઈ, ધરતી સાથે જોડાયેલા, તેમની આગેવાનીમાં મેં મારી રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. આજે અમારા લાગણીબંધ સંબંધો તૂટ્યા છે. ભગવાન તેમની આત્માને પ્રાર્થના આપે.