પ્રકાશનું પર્વ: ઉજાસમાં આવી આધુનિકતા….

અમદાવાદઃ પ્રકાશનું પર્વ દીપાવલી… અમાસમાં દીવડાં પ્રગટાવી ઉજાસ આપી અંધકારને દૂર કરી ઝળહળાટ કરતું પર્વ..

પહેલાંના વખતમાં દિવાળીના તહેવારની ઉજવણી વેળાએ કલાત્મક દીવડાં પ્રગટાવી ઉજવણી કરાતી હતી.. અત્યારે પણ દીવડાં તો પ્રગટાવવામાં આવે છે, પણ… આધુનિક સમયમાં વીજળીની સગવડથી વિવિધ રોશનીની સજાવટથી પર્વ વધુ દીપી ઉઠે છે…

રંગબેરંગી અને નાની મોટી સીરીઝની સાથે હવે જુદા જુદા આકારમાં રોશની બજારમાં ઉપલબ્ધ છે.

વીજળીની સાથે બેટરી અને સૌર્યઊર્જા સંચાલિત સોલર-રોશની પણ મળે છે…

નવીનતામાં ‘મેડ ઈન ચાઇના’ પર ‘ડીપેન્ડ’ રહેવું પડતું નથી… ભારત આત્મનિર્ભર છે.. ઘણી નાની મોટી ઇન્ડસ્ટ્રી ભારતીય બજારોમાં તહેવારો અને ઉત્સવો વેળાએ જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડે છે.

શહેરની ઇલેક્ટ્રિક દુકાનો, ગિફ્ટ આર્ટિકલ્સની દુકાનો અને માર્ગો પર સારો એવો ધીકતો વેપાર કરતાં લોકો પાસે અવનવી ડિઝાઇનવાળી લાઇટ્સ મળી રહે  છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)