દિવાળી પહેલાં રાજ્યમાં દાઝવાના, વાહનોના અકસ્માતોમાં વધારો

અમદાવાદઃ રાજ્યમાં સોમવારે દિવાળીના તહેવાર ઊજવવાની સાથે દાઝી જવાના અને વાહનોના અકસ્માત થયાના ઇમર્જન્સી ફોન કોલોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, એમ GVK ઇમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (EMRI)એ જણાવ્યું છે.

રાજ્યમાં રવિવારે એક દિવસમાં સરેરાશ નોંધાતા 424 કેસોની તુલનામાં 621 વાહનોના અકસ્માતો નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 74 વાહન અકસ્માતના કેસો નોંધાયા છે. આ સાથે દેશમાં રાજ્યોમાં થતા અકસ્માતોમાં રાજ્યનો હિસ્સો આશરે 12 ટકા હતો. આ ઉપરાંત રાજ્યમાં ફટાકડા કે અન્ય રીતે દાઝવાના 16 કેસો નોંધાય હતા, જેમાં છ કેસો અમદાવાદના નોંધાયા હતા, એમાં સાબરકાંઠામાં દાઝવાના ત્રણ વધુ કેસો નોંધાયા હતા.

રવિવીરે નિયમિત દિવસોની તુલનામાં વાહનોના અકસ્માતોમાં આશરે 50 ટકાનો વધારો થયો હતો, જ્યારે નિયમિત રીતે પ્રતિદિન છ અકસ્માત નોંધાય છે, ત્યારે છને બદલે 16 કેસો ગઈ કાલે નોંધાયા હતા.રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની પહેલી મેચ હતી, જેથી રસ્તાઓ મોટા ભાગે ટ્રાફિક નહોતો, તેમ છતાં રવિવારે અકસ્માતો જેવા કે પડી જવા, શારીરિક હુમલા કે દાઝવાથી કે સેક્સ્યુઅલ હુમલામાં 22 ટકાનો વધારો થયો હતો.