ગુજરાતના જાણીતા ગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ઓઢવ પોલીસે વિજય સુવાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. વિજય સુવાળા સહિત આઠ સામે ધમકી આપવાનો કેસ દાખલ થયો હતો. દિનેશ દેસાઇના પિતા હરિશભાઇ દેસાઇની અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઓફિસ આવેલી છે. આ ઓફિસ પર વિજય સુવાળા, તેના ભાઇ યુવરાજ સુવાળા સહિતના લોકોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વિજય સુવાળા અને દિનેશ દેસાઈ થોડા સયમ પહેલા મિત્રો હતા. જે બાદ કેટલાક વાતોની અનબંધને કારણે બંને વચ્ચે મિત્રતા તૂટી ગઈ. જે બાદ આરોપ પ્રત્યારોપ વચ્ચે બંને મિત્રો અલગ અલગ રાજકારણી પાર્ટીમાં જોડાયા. જેના થોડા સમય બાદ વિજય સુવાળા પણ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ તેઓએ દિનેશ દેસાઈને ધમકી આપ્યા હોવાની પણ માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. જે બાદ 1 જુલાઈના રોજ દિનેશ ભાઈને એક ધમકી ભર્યો ફોન આવ્યો હતો. જેમાં વિજય સુવાળા સામે ન આવવા સાથે અને ધમકી દિનેશ દેસાઈને મળ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે બાદ ફરી 18 ઓગસ્ટના રોજ ફરી એક વખત વિજય સુવાળા તરફથી ધમકી ભર્યો ફોન આવ્યો હતો. જે બાદ એક વખત દિનેશ દેસાઈના પિતાની ઓફિસે હુમલો પણ થયો હતો.
જ્યારે બીજી બાજું દિનેશ દેસાઈ સમાજની દીકરીઓને પરેશાન કરતા હોવાનો આરોપ વિજય સુવાળાએ લગાવ્યો હતો. વધુમાં તેમણે વિજય સુવાળાના કાર્યક્રમોમાં આવી અભદ્ર ટીપ્પણી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જે CCTVના આધારે ફરિયાદ કરવામાં આવી છે તે CCTVમાં વિજય સુવાળા ક્યાંય ન હોવાનું વિજય સુવાળાએ એક ઈન્ટરવ્યુ જણાવ્યું છે. આ ઉપરાંત તેમણે સત્તાનો દુરુપયોગ કરીને ખોટી FIR નોંધાવાની વાત પણ કરી હતી. આ કેસને લઈ પોલીસની તપાસના ધમધમાટ શરૂ છે.