ચૂંટણી-પરિણામઃ ભાજપ 263, કોંગ્રેસ-49, આપ-29 પર આગળ

અમદાવાદઃ રાજ્યની છ મહાનગર પાલિકાનાં ચૂંટણી પરિણામોમાં ભાજપ જંગી મતદાન તરફ આગળ વધી રહ્યો છે. છ મહાનગરપાલિકાની 576માંથી 341ના ટ્રેન્ડમાં 263માં ભાજપ આગળ છે, જ્યારે 49માં કોંગ્રેસ, જ્યારે 29 બેઠકોમાં આપ અને AIMIM ત્રીજો વિકલ્પ બની રહ્યું છે. રાજકોટમાં કોંગ્રેસનું ખાતું હજી સુધી નથી ખૂલ્યું, બીજી બાજુ સુરતમાં આપ પાર્ટીએ સારો દેખાવ કરી રહી છે.

સુરતમાં આપનો ઉમેદવાર આગળ, જ્યારે અમદાવાદના બહેરામપુરામાં ઔવેસીની પાર્ટી AIMIM આગળ છે. મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં 162માં ભાજપ આગળ છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત 21માં કોંગ્રેસ આગળ છે.

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સરેરાશ 46 ટકા મતદાન થયું હતું. જેની આજે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. છ મનપાના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોના કુલ 144 વોર્ડના 575 ઉમેદવારોના રાજકીય ભાવિનો નિર્ણય થશે. 6 મનપાના કુલ 144 વોર્ડમાં 576 બેઠકો માટે હવે 2276 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જેમાં ભાજપના 575, કોંગ્રેસના 564, આમ આદમી પાર્ટીના 419 અને 226 અપક્ષ તથા અન્ય પક્ષોનો સમાવેશ થાય છે.

રાજ્યમાં મતદાનની ટકાવારી પર નજર કરીએ તો અમદાવાદ મનપાના 48 વોર્ડની 192 બેઠકો પર સરેરાશ 42.30 ટકા મતદાન થયું છે તો વડોદરા મનપાના 19 વોર્ડની 76 બેઠકો પર સરેરાશ 43.53 ટકા મતદાન થયું છે. આ તરફ રાજકોટ મનપાના 18 વોર્ડની 72 બેઠકો પર સરેરાશ 47.27 ટકા મતદાન થયું છે તો સુરત મનપાના 30 વોર્ડની 120 બેઠકો પર સરેરાશ 43.82 ટકા મતદાન થયું છે તો ભાવનગર મનપાના 13 વોર્ડની 52 બેઠકો પર 43.67 ટકા મતદાન થયું છે જ્યારે જામનગર મનપાની 16 વોર્ડની 64 બેઠકો પર 51.37 ટકા મતદાન થયું છે.

અમદાવાદની 192માંથી ભાજપ 70, કોંગ્રેસ 11 બેઠક પર આગળ

સુરતની 120માંથી ભાજપ 46, કોંગ્રેસ 10 બેઠક પર આગળ

વડોદરાની 76 બેઠકોમાંથી ભાજપ 17 અને કોંગ્રેસ 07 બેઠક પર આગળ

રાજકોટની 72 બેઠકોમાંથી ભાજપ 32 અને કોંગ્રેસ 00 બેઠક પર આગળ

ભાવનગરની 52 બેઠકોમાંથી ભાજપ 20, કોંગ્રેસ 09 બેઠક પર આગળ

જામનગરની 64 બેઠકોમાંથી ભાજપ 16, કોંગ્રેસ 05 બેઠક પર આગળ

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]