દ્વારકા પોલીસ ફરી દોડતી થઈ, 42 લાખનું ચરસ કર્યું જપ્ત

ગુજરાતના દરિયાકાંઠે આવરનવાર નશીલા પદાર્થ પકડાવાનું સામે આવતું રહેતું હોય છે. કેટલીક વાર આતંકીએ પણ પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે ફરી એક વાર દેવ ભૂમી દ્વારકાના મોજપ દરિયાકાંઠેથી બિનવારસી ચરસ મળી આવ્યું છે. સૂત્રો અનુસાર મળતી માહિતી પ્રમાણએ આ ચરસ લગભગ 42 લાખ રૂપિયાનું છે. બિનવારસી ચરસ મળતાની સાથે જ ગુજરાત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ એસઓજી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 32 કિલો ચરસ મળી આવ્યું હતું.

ફાઈલ ફોટો

આજે દ્વારકાના મોજપ દરિયાકાંઠેથી 850 ગ્રામ બિનવારસી ચરસ મળ્યુ છે. જે બાદ ફરી એક વાર પોલીસ દોડતી થઈ ચૂકી છે. જ્યારે આ ચરસની કિંમત અંદાજિત 42 લાખ રૂપિયા છે. મીઠાપુર પોલીસે આ સંદર્ભમાં તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં દ્વારકાના દરિયાકાંઠેથી SOG પોલીસને પેટ્રોલિંગ દરમિયાન 32 કિલો ચરસ મળી આવ્યું છે. જેની કિંમત આસરે 16 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. પોલીસે ચરસના 30 પેકેટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સ માફિયાનો નવો પેતરો!

આજે દ્વારકા જિલ્લાના દરિયાકાંઠેથી ચરસના પેકેટ મળી આવ્યા છે. જ્યારે આ આગાઉ પણ બિનવારસી ચરસના પેકેટ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ માફિયાઓએ હવે નવો પેતરો અપનાવ્યો છે. જેમાં ઈન્ટરનેશનલ સી બોર્ડર પરથી ડ્રગ્સના પેકેટ પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરી દરિયામાં ફેંકી દેવામાં આવે છે જે તણાઈને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પહોંચ્યા બાદ ડ્રગમાફિયાઓના એજન્ટો દ્વારા ડ્રગ્સના આ પેકેટો મેળવી પંજાબ, મુંબઈ સહિતના શહેરોમાં વેચી નાખવામાં આવતું હોવાનું એક નેટવર્ક ચાલી રહ્યું છે.