દ્વારકાઃ 22 વર્ષ બાદ યોજાશે દેશભરના પંડિતોની સભા

દ્વારકા- ભગવાન દ્વારિકાધીશના ધામમાં આગામી સમયમાં પુરોહિતોની સભા યોજાવા જઇ રહી છે. યાત્રાધામ દ્વારકામાં દેશભરના 90 જેટલા તીર્થોના પંડિત-પુરોહિતોના પ્રતિનિધિઓનું ત્રિદિવસીય સંમેલન યોજાશે. દ્વારકામાં 22 વર્ષ બાદ આ મહાસંમેલન યોજાઈ રહ્યું છે.અહીં 90થી વધુ તીર્થોના પંડિતો અને પુરોહિતોના પ્રતિનિધિઓનું ત્રિદિવસીય સંમેલન યોજાવા જઈ રહ્યું છે. દેશભરમાંથી આવેલા જ્ઞાની પંડિત-પુરોહિતો તીર્થસ્થાનોના લાભો અને તેની સમસ્યા વિશેના પ્રશ્નો સંદર્ભેે વિચારવિમર્શ કરશે.

દેશભરના તીર્થસ્થાનોના પંડિતોને વિવિધ મુદ્દાઓની ચર્ચાઓ કરશે તેમાં પ્રથમ દ્વારકાના સ્થાનિક મુદ્દાઓ અને તીર્થધામના મંદિર બોર્ડ અને ટ્રસ્ટ પર પૂરતું પ્રતિનિધિત્વ અંગે ચર્ચા કરાશે.

ઉપરાંત તીર્થસ્થાનોને એકબીજા સાથે જોડવા રેલમાર્ગની આવશ્યકતાઓ અને તીર્થ પુરોહિતોના લાભાલાભની ચર્ચાઓ કરાશે તેમ જ ઠરાવો પાસ કરી કાર્યવાહી કરાશે.