સેવામાં ‘બીઝી’ શરીફભાઇ….

અમદાવાદ: શહેર કોટ વિસ્તારમાં જતાં તમામ માર્ગો પર ચુસ્ત પહેરો અને સંક્રમણ રોકવા, ચકાસણી કરવા આરોગ્ય ની ટીમો પણ મુકી દેવામાં આવી છે. માનવ વસાહત માં ભેંકાર માર્ગ વચ્ચેે શહેરના દિલ્હી દરવાજા પાસે સુરક્ષા અને સ્વાસ્થ્ય ના મંડપ વચ્ચે એક ઉત્સાહ થી સૌને સેનિટાઇઝેશન કરતાં એક સજ્જન નજરે પડ્યા. દિલ્હી દરવાજા ની વચ્ચે જ ટેબલ પર સૌને દવાથી સ્વચ્છ કરતા શરીફભાઇ મનસુરી ફક્ત આ કોરોના ની આફત વેળા એ જ સેવા આપે છે …એવું નથી.

છેલ્લા કેટલાક વર્ષોથી પશુ-પક્ષીઓ ને સાજા કરવાનું, બ્લડ ડોનેશન કેમ્પ કરવાનું, શાંતિ સમિતિમાં સક્રિય રહેવાનું એવા અનેક કામો કરે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કેટલીક સેવા માટે ભણતર કે અઢળક સંપત્તિ ની જરૂર નથી પડતી. શરીફભાઇ નું એવું જ છે, માલેતુજાર નથી. ગાડી ઓના રિપેરીંગ કરી પેટિયું રળે છે. ગેરેજ ચલાવતા શરીફભાઇ ચિત્રલેખા. કોમને કહે છે છેલ્લા ચાર વર્ષ કરતા વધારે સમય થી આ સેવા કાર્ય કરું છું. આજના સમયમાં કોઇની પાસે સમય નથી, પક્ષી ઇજા થાય કે પશુ ને સારવાર માટે લઇ જવાનું કહીએ એટલે સૌ કહે, હું બિઝી છું. આ બિઝી શબ્દ ને ધ્યાનમાં રાખીને જ મેં મારા આ સેવા કાર્ય નું નામ રાખ્યું બીજી. હું રસ્તે રઝળતા મેલા , અસ્થિર મગજના, બિમાર લોકો ને સ્નાન કરાવી સ્વચ્છ કપડાં પહેરાવવામાં બિઝી રહું છું. જીવદયા ના તમામ કાર્યો માં બિઝી રહું છું.


હાલ ની કોરોના ની મહામારી માં શહેર ના દરવાજા ની વચ્ચે જ સૌને સેનિટાઇઝેશન કરવાની દવા પણ પોતાના ખર્ચે લાવી સેવા કરે છે. આ સાથે માણસો ની પાંખી હાજરી વચ્ચે ભુખ્યા, તરસ્યા, બિમાર પક્ષીઓ ની જવાબદારી તો ખરી જ. શરીફભાઇની સારવાર અને સેવા થી અબાબીલ જેવા અનેક પક્ષીઓ એમના શરીરથી દુર જવાનું નામ નથી લેતા. એટલે સાચે જ શરીફભાઇ સેવામાં બિઝી છે..!
(પ્રજ્ઞેશ વ્યાસ)