ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 122 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 12 લોકોના મૃત્યુ થયા છે.
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધારે દર્દીઓ અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં કેટલીક સેવાઓને બાદ કરતા તમામ અન્ય વ્હીકલ્સ લઈને રોડ પર નિકળવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. શહેરમાં અત્યાર સુધી 53 કેસ પોઝિટીવ નોંધાયા છે. જ્યારે 5 લોકોના મોત થયા છે.
જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમદાવાદના તમામ દર્દી દિલ્હી મરકજથી આવેલા લોકોના સંપર્કમાં આવ્યા હતા. મરકજથી આવેલા તમામ લોકોનું ચેકિંગ હાલ ચાલુ છે. પોઝિટીવ ન હોય તો પણ તેમને આઈસોલેશનમાં રાખાશે. જયંતિ રવિએ કહ્યું કે કુલ 33 લોકો વિદેશથી આવ્યા, વિદેશથી આવેલ 17 લોકોના કોરોના કેસ પોઝિટીવ આવ્યા છે. ત્યારે 72 લોકોને લોકલ ટ્રાન્સમિશનથી કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યું છે.
ભાવનગરની વાત કરીએ તો 11 કેસ પોઝિટીવ આવ્યા છે અને 2 લોકોના મોત થયા છે. જ્યારે વડોદરામાં 10 કેસ પોઝિટીવ આવ્યા છે અને 1 દર્દીનું મોત થયું છે. સુરતમાં 15 કેસ પોઝિટીવ આવ્યા છે અને 2 લોકોના મોત થયા છે. પંચમહાલમાં 1 કેસ પોઝિટીવ અને એક 1 શખ્સનું મોત થયું છે. ઉપરાંત, ગાંધીનગરમાં 13 કેસ પોઝિટીવ આવ્યા છે. મહેસાણામાં 01 કેસ પોઝિટીવ આવ્યો છે. ગીર સોમનાથમાં 02 કેસ પોઝિટીવ, પોરબંદરમાં 03 કેસ પોઝિટીવ, પાટણમાં 01 કેસ પોઝિટીવ, આ સિવાય રાજકોટમાં 10 કેસ પોઝિટીવ આવ્યા છે. જો કે, સદનસીબે કોઈનું મોત થયું નથી. કચ્છની વાત કરીએ તો 1 કેસ પોઝિટીવ આવ્યો છે.