અમદાવાદઃ દેશ હાલ કોરોના રોગચાળાની બીજી ઘાતક લહેર સામે ઝજૂમી રહ્યો છે, પણ સંક્રમણને અટકાવવા માટે વૈજ્ઞાનિક રસ્તો અપનાવવાને બદલે કેટલાંક અજીબોગરીબ પગલાં લેવામાં આવી રહ્યા છે. ભાજપશાસિત ગુજરાતના બનાસકાંઠાના જિલ્લાના ટેટોડા ગામમાં ગૌશાળાની અંદર એક કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવ્યું છે, જ્યાં દર્દીઓને દૂધ અને ગોમૂત્રથી બનેલી આયુર્વેદિક દવાઓ આપવામાં આવી રહી છે.
આ કોરોના સેન્ટરનું નામ વેદાલક્ષણા પંચગવ્ય આયુર્વેદ કોવિડ આઇસોલેશન સેન્ટર રાખવામાં આવ્યું છે. હાલ અહીં સાત કોરોનાના દર્દીઓ છે. ગોધામ મહાતીર્થ પથમેડાના બનાસકાંઠા વિંગના ટ્રસ્ટી મોહન જાધવે કહ્યું હતું કે અમે પાંચ મેએ આ સેન્ટરનો પ્રારંભ કર્યો છે. અમે અહીં હળવાં લક્ષણોવાળાં કોરોના દર્દીઓને આઠ આયુર્વેદિક દવાઓ આપીને સારવાર કરી રહ્યા છીએ, જે દૂધ, ઘી અને ગૌમૂત્રમાંથી બનાવવામાં આવી છે.
અમે કોરોનાની સારવાર માટે મુખ્ય રૂપે પંચગવ્ય આયુર્વેદિક થેરેપીનો ઉપયોગ કરી રહ્યા છે. અમે ગૌતીર્થનો ઉપયોગ કરીએ છીએ, જે દેશી ગાયના મૂત્ર અને અન્ય જડીબુડ્ડીને મિલાવીને બનાવવામાં આવે છે. એની સાથે ખાંસીની પણ સારવાર કરવામાં આવી રહી છે, જેમાં ગૌમૂત્રથી બનેલી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. ઇમ્યુનિટી બુસ્ટર માટે અમે ચ્યવનપ્રાશનો ઉપયોગ કરીએ છે, જે ગાયના દૂધધી બનાવવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.
આ સેન્ટરમાં બે આયુર્વેદિક ડોક્ટર છે એ સિવાય અહીં બે MBBS ડોક્ટર પણ છે, જે એલાપથી દવા આપે છે. રાજ્ય સરકારે આ મહિનાના પ્રારંભમાં કોરોનાના લક્ષણોવાળા લોકોને આઇસોલેટ કરવા અને તેમની સારવાર માટે સ્થાનિક ગામોમાં કોવિડ કેર સેન્ટર સ્થાપિત કરવાની મંજૂરી આપી હતી.
રાજ્યમાં 1.2 લાખ બેડની ક્ષમતાવાળા 10,320થી વધુ કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યા છે, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલે કહ્યું હતું કે આમ તો કોવિડ કેર સેન્ટર બનાવવા માટે કોઈની મંજૂરીની જરૂરી નથી, પરંતું અમે આ સેન્ટરની મંજૂરી આપી છે. ટેટોડા ગામમાં આ યેન્ટર ગૌશાળામાં છે.
આ પ્રકારે માત્ર ટ્રસ્ટ નથી બલકે જનપ્રતિનિધિઓને પણ કોરોનાની સારવાર માટે ગૌમૂત્ર પીવાની સલાહ આપી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશના બલિયાથી ભાજપના વિધાનસભ્ય સુરેન્દ્ર સિંહે દાવો કર્યો હતો કે સવારના ખાલી પેટ ગોમૂત્ર પીવાથી કોરોના વાઇરસ ખતમ થઈ જશે.