બનાસકાંઠામાં કોંગ્રેસે મારી બાજી, 03 વાગ્યા સુધીના પરિણામો

રાજ્યમાં ચૂંટણી પરિણામોનો રંગ જામી ચૂક્યો છે. ત્યારે 03 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો 26 માંથી 25 સીટ પર ભાજપની લીડ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ પશ્ચિમ બેઠક પર 5માં રાઉન્ડની ગણતરી દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાતા મતગણતરી અટકી હતી. જે બાદ અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની જીત અંગેની થોડીવારમાં જાહેરાત થશે. તમામ વિધાનસભા બેઠકોની મતગણતરી પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે. EVM મશીન અને બેલેટ પેપરના મત ભેગા કરી અને મતનો આંકડો જાહેર કરવામાં આવશે. ત્યારે છોટા ઉદેપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનો પણ વિજય, ભાજપના કાર્યકરોને સાદગીથી ઉજવણી કરી.

તો બીજી બાજુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ટ્વીટર પર માહિતી આપી કે બનાસકાંઠામાં ગેની બેઠ ઠાકોરે પંજાનો પરચમ લહેરાવ્યો છે. ગેની બેન ઠાકોર 15000ની લીડ જીત્યા હોવાની માહિતી આપી. ગુજરાતમાં લગભગ તમામ બેઠક ભાજપની લીડ જોવા મળી રહી છે. ત્યારે એક બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસની જીત થતી જોવા મળી છે. વાત કરીએ 3 વાગ્યા સુધીના લોકસભા ચૂંટણી 2024ના આંકડા પર તો હાલા 26 બેઠકોમાંથી 24 બેઠકો ભાજપની લીડ જોવા મળી રહી છે. તો સુરતની એક બેઠક પર ભાજપની બીનહરીફ જીત જોવા મળી હતી. જ્યારે હવે નવસારી બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે નૈષધભાઈ દેસાઈએ હારી લીધી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે સમય જતા લગભગ તમામ બેઠક પર ભાજપની જીત નિશ્ચિત થતી જાય છે.

ગુજરાતમાં લગભગ ભાજપ જીતની તરફ આગળ વધી રહી છે. ત્યારે 01 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે જાણો તમારી લોકસભા બેઠક પર કોણ લીડ કરી રહ્યુ છે?

  1. અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસ ઉમેદવાર હિંમ્મત સિંહ પટેલ સામે ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 380472 મતોથી લીડ કરી રહ્યા છે
  2. અમદાવાદ પશ્ચિમમાં કોંગ્રેસ ઉમેદવાર ભરત મકકવાણા સામે ભાજપના ઉમેદવાર દિનેશભાઈ મકવાણા 286437 મતોથી લીડ કરી રહ્યા છે
  3. અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે ભાજપના ઉમેદવાર ભરતભાઈ મનુભાઈ સુતરીયા 319589 મતોથી લીડ કરી રહ્યા છે
  4. આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા સામે ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ 91119 મતોથી લીડ કરી રહ્યા છે
  5. બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૈહાણ સામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 20327 મતોથી લીડ મળતી જોવા મળી રહી છે. ગુજરાતની એક જ સીટ પર કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળ્યું.
  6. બારડોલીમાં કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી સિદ્ધાર્થ અમરસિંહ સામે ભાજપના પ્રભુભાઈ નાગરભાઈ વસાવા 231577 મતોથી લીડ કરી રહ્યા છે
  7. ભરૂચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા સામે ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 86741 મતોથી લીડ કરી રહ્યા છે
  8. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ નારણભાઈ મકવાણા સામે ભાજપના ઉમેદવાર નિમુબેન જયંતિભાઈ બાંભણીયા 420318 મતોથી લીડ કરી રહ્યા છે
  9. છોટા ઉદેપુરમાં કોંગ્રસના સુખરામભાઈ રાઠવા સામે ભાજપના ઉમેદાવાર જશુભાઈ ભીલુભાઈ રાઠવા 396902 મતોથી લીડ કરી રહ્યા છે
  10. દાહોદમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન કિશોરસિંહ તાવીયાડ સામે ભાજપના સુમનભાઈ ભાભોર 310712 મતોથી લીડ કરી રહ્યા છે
  11. ગાંધીનગરમાં કોંગ્રેસના સોનલ પેટલ સામે ગૃહમંત્રી અને ભાજપના અમિત શાહ 654860 મતોથી લીડ કરી રહ્યા છે.
  12. જામનગરમાં કોંગ્રેસના જે.પી. મારવીયા સામે ભાજપના ઉમેદવાર પૂનમબેન હેમતભાઈ માડમ 236990 મતોથી લીડ કરી રહ્યા છે
  13. જુનાગઢમાં કોંગ્રેસના જોતવા હીરાભાઈ અરજણભાઈ સામે ભાજપના ચુડાસમા રાજેશભાઈ નારણભાઈ 134360 મતોથી લીડ કરી રહ્યા છે
  14. કચ્છમાં કોંગ્રેસના નિતેશ પરબતભાઈ લાલન સામે ભાજપના ચાવડા વિનોદ લખમશી 243614 મતોથી લીડ કરી રહ્યા છે
  15. ખેડામાં કોંગ્રેસના કાલુસિંહ ડાભી સામે ભાજપના દેવુસિંહ ચૌહાણ 353335 મતોથી લીડ કરી રહ્યા છે
  16. મહેસાણામાં કોંગ્રેસના રામજી ઠાકોર સામે ભાજપના હરીભાઈ પટેલ 321088 મતોથી લીડ કરી રહ્યા છે
  17. નવસારીમાં કોંગ્રેસના નૈષધભાઈ દેસાઈ સામે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 678035 મતોથી લીડ કરી રહ્યા છે
  18. પંચમહાલમાં કોંગ્રેસના ગુલાબસિંહ સોમસિંહ ચૌહાણ સામે ભાજપના રાજપાલસિંહ મહેન્દ્રસિંહ જાદવ 496887 મતોથી લીડ કરી રહ્યા છે
  19. પાટણમાં કોંગ્રેસના ચંદજી ઠાકોર સામે ભાજપના ડાભી ભરતસિંહજી શંકરજી 27952 મતોથી લીડ કરી રહ્યા છે
  20. પોરબંદરમાં કોંગ્રેસના લલીત વસોયા સામે ભાજપના મનસુખ માંડવિયા 380285 મતોથી લીડ કરી રહ્યા છે
  21. રાજકોટમાં કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપના પરશોત્તમ રૂપાલા 454663 મતોથી લીડ કરી રહ્યા છે
  22. સાબરકાંઠામાં કોંગ્રેસના ચૌધરી તુષાર અમરસિંહ સામે ભાજપના શોભનાબહેન બારૈયા 159533 મતોથી લીડ કરી રહ્યા છે
  23. સુરત ભાજપના મુકેશ દલાલને બિનહફ જીત મળે છે
  24. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના રૂત્વિકભાઈ લવજીભાઈ મકવાણા સામે ભાજપના ચંદુભાઈ છગનભાઈ શિહોરા 260546 મતોથી લીડ કરી રહ્યા છે
  25. વડોદરામાં કોંગ્રેસના પઢિયાર જશપાલસિંહ મહેન્દ્રસિંહસામે ભાજપમાં હેમાંગ જોષી 581899 મતોથી લીડ કરી રહ્યા છે
  26. વલસાડમાં કોંગ્રેસના અનંતકુમાર હસમુખભાઈ પટેલ સામે ભાજપના ધવલ પટેલ 210704 મતોથી લીડ કરી રહ્યા છે