કોંગ્રેસના વિધાનસભ્ય અલ્પેશ ઠાકોરે પાટણમાં ધાર્મિક કાર્યક્રમમાં ચલણી નોટો ઉડાડી?

પાટણ – ગુજરાત કોંગ્રેસમાંથી પાટણ જિલ્લાના રાધનપુરના વિધાનસભ્ય અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે જ્ઞાતિના સભ્યોને દારૂની લતમાંથી મુક્ત કરાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત ક્ષત્રિય-ઠાકોર સેનાની સ્થાપના કરી છે. તેમજ સરકાર સમક્ષ આરક્ષણની માગણીની રજૂઆત માટે ઓએસએસ એકતા મંચની સ્થાપના કરી છે જેમાં ઓબીસી, ઓસી તેમજ અનુસૂચિત જાતિઓનાં લોકોનો સમાવેશ કર્યો છે.

ગુજરાતમાં દારૂબંધી કાયદો કડક બનાવવા માટે ભાર મૂકવા ઉપરાંત પ્રાદેશિક યુવાનો માટે ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીની તકોનું નિર્માણ કરવાનો પડકાર કરનાર અલ્પેશ ઠાકોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટારગેટ કર્યા છે. એમણે વડા પ્રધાનને ગુજરાતના યુવાનોમાં વધી રહેલી બેરોજગારી માટે જવાબદાર ગણાવ્યાં છે. એમની માગણી છે કે સરકારે દર વર્ષે પછાત વર્ગના ઉત્કર્ષ માટે રૂપિયા 5,000 કરોડ ફાળવવા જોઈએ.

પોતાને પછાત વર્ગના ગણાવનાર અને સરકાર પાસે મદદ માગનાર આ નેતાનો એક ધાર્મિક કાર્યક્રમમાં ચલણી નોટો ઉડાડતો વિડિયો વાયરલ થયો છે. (આ છે તે વિડિયો)

httpss://twitter.com/ANI/status/1008633209716920321

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]