રાજ્યમાં લોકસભા ચૂંટણીની ધમ-ધમાટ ચાલી રહી છે. ત્યારે ભાજપ નેતાના વિવાદિત નીવેદનનો નિવેડો આવ્યો નથી. તો બીજી બાજુ સુરત લોકસભા બેઠકથી કોંગ્રેસે ઝટકો મળ્યો. જ્યાં ભાજપ બિનબરીફ વિજેતા બીની. તો હવે ગુજરાતના રાજકારણને ગરમાવતું વધુ એક નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસના નવસારીના ઉમેદવારે એક સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એવું નિવેદન આપ્યું કે વિવાદ ઉભો થયો છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ત્રીજા તબક્કામાં આગામી સાતમી મેએ મતદાન થવાનું છે. અને આ માટે એક તરફ કોંગ્રેસ નેતાઓ મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતા દ્વારા PM વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવાથી વિવાદનો વંટોળ ઉભો થયો છે.
કોંગ્રેસના નવસારી બેઠકના ઉમેદવાર નૈષધ દેસાઈએ શુક્રવારે ધરમપુરની સભા દરમિયાન નૈષધ દેસાઈએ બફાટ કર્યો હતો. નૈષધ દેસાઈએ પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બિન ગુજરાતી ગણાવ્યા હતા. કોંગ્રેસ ઉમેદવારે નરેન્દ્ર મોદી ગુજરાતી નથી એમ ત્રણવાર રટણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કોઈ કારણ કે સંદર્ભ વગર જ નૈષધ દેસાઈએ આ નિવેદન આપતા અનેક સવાલો ઉભા થયા છે.
શું કહ્યું નૈષધ દેસાઈએ ?
નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ સભામાં ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ‘ ગાંધીજી જ્યારે શહીદ થયા ત્યારે ‘હે રામ’ કહ્યું હતું, દુનિયાના મહાન રામ ભક્ત મોહનદાસ કરમચંદ ગાંધી એ ગુજરાતી, નરેન્દ્ર મોદી ગુજરાતી નથી…નથી…..નથી.’ નોંધનીય છે કે ધરમપુરમાં આજે પ્રિયંકા ગાંધીની સભાનું આયોજન થયું હતું.