ગાંધીનગરઃ રાજ્યમાં આશરે રૂ. 6000 કરોડનું કોલસા કૌભાંડ સામે આવ્યું છે. છેલ્લાં 14 વર્ષમાં રાજ્ય સરકારે કેટલીય એજન્સીઓને રાજ્યની મઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને કોલસા દેવાને બદલે અન્ય રાજ્યોના ઉદ્યોગોને વધુ કિંમતે કોલસો વેચીને રૂ. પાંચથી 6000 કરોડનું કૌભાંડ કર્યું છે, એમ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે.
કોલ ઇન્ડિયાની વિવિધ કોલસાની ખાણોથી કાઢવામાં આવેલો કોલસો એ ઉદ્યોગો સુધી પહોંચ્યો જ નથી, જેમના માટે એ કાઢવામાં આવ્યો હતો. સરકારી વિભાગના અધિકારી, કોલસા ટ્રાન્સપોર્ટ પદ્ધતિથી જોડાયેલા અધિકારીઓએ આ મુદ્દે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
કોલ ઇન્ડિયાની ખાણોમાંથી રાજ્યના વેપારીઓ, નાના ઉદ્યોગોને નામે 60 લાખ ટન કોલસો મોકલવામાં આવ્યો હતો. એની સરેરાશ કિંમત રૂ. 3000 પ્રતિ ટનના હિસાબે રૂ. 1800 કરોડ થાય છે, પણ એને વેપારીઓ અને ઉદ્યોગોને વેચવાને બદલે રૂ. આઠથી 10,000 પ્રતિ ટનની કિંમતે અન્ય રાજ્યોને ચાર ગણી કિંમતે વેચીને કાળા બજાર કરવામાં આવ્યાં છે. આમાં કેટલીક ડમી અથવા લાપતા એન્જસીઓ અને રાજ્ય સરકારના કેટલાક અધિકારીઓની મિલીભગત છે.
કેન્દ્ર સરકારે વર્ષ 2007માં લઘુ ઉદ્યોગોને સસ્તી કિંમતે કોલસો ઉપલબ્ધ કરાવવા માટે યોજના બનાવી હતી અને એને 2008માં લાગુ કરવામાં આવી હતી, પણ એ સરકાર સમયાંતરે વધુ કિંમતે બારોબાર વેચી દીધો હતો. કોંગ્રેસે આ કૌભાંડની માગ કરતાં સવાલ ઉઠાવ્યો હતો કે સ્ટે નોટિફાઇડ એજન્સીઓ છેલ્લા 14 વર્ષોમાં એક જ કેમ છે? રાજ્ય સરકાર અને આ એજન્સીઓમાં શો સંબંધ છે.