અમદાવાદ વન મોલ દ્વારા “કોલેજ ફ્રેશ ફેસ 2018-રનવે ટુ ડ્રીમ્સ” સ્પર્ધાનું આયોજન

અમદાવાદઃ અમદાવાદ વન મોલ દ્વારા શહેરના યુવાનો માટે “કોલેજ ફ્રેશ ફેસ ઓફ ધ યર-2018-રનવે ટુ ડ્રીમ્સ“ સ્પર્ધાનુ  આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ 15 થી 25 વર્ષની વય ધરાવતા અત્યંત સ્ટાઈલીશ, ક્લાસી, સ્માર્ટ અને આત્મવિશ્વાસ ધરાવતા પુરૂષ અને સ્ત્રીને શોધવાનો હતો. દેવાંગ મોદી અને હેતવિ વોરાને પ્રસિધ્ધ સિનેમેટોગ્રાફર અને સ્પર્ધઘાના નિર્ણાયક તપન વ્યાસ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે બોડી લેંગવેજ, પોષાક, આત્મવિશ્વાસના સ્તર અને પ્રતિભાને આધારે પસંદગી કરી હતી. બંને વિજેતાઓને આકર્ષક ઈનામો ઉપરાંત અમદાવાદ વન મોલની વિજ્ઞાપન ઝુંબેશમાં ફ્રેશ ફેસ ઓફ ધ યર તરીકે ચમકવા માટેનો કરાર કરાયો હતો.

27 શોર્ટલીસ્ટ કરાયેલા સ્પર્ધકો ફાઈનલ સ્પર્ધામાં અમદાવાદ વન મોલ ખાતે લોકપ્રિય બ્રાન્ડનાં આકર્ષક વસ્ત્રોમાં રેમ્પ ઉપર વોક કરી ત્યારે સંગીતના બેકગ્રાઉન્ડ વચ્ચે દર્શકોએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.