પાણી માટે રુપાણીનું આયોજનઃ તળાવો ખોદવા આમને આપશે મંજૂરી

ગાંધીનગર :જળ એ જીવનના સૂત્રોની વ્યાપકતા અને અસર આજકાલ સરકાર અને લોકોને સમજમાં આવી રહ્યાં છે. કારણ કે સાચેસાચ પાણીની તંગીમાં લોકો ભીંસાઇ રહ્યાં છે. પાણી માટે આપણાં દેશમાં વરસાદ જ એકમાત્ર મુખ્ય આધાર છે અને ચોમાસામાં કેટલા ટકા વરસાદ થયો તેના પર અર્થતંત્રની નજર રહે છે. ત્યારે ગુજરાત સરકારે આળસ મરડીને ઊભાં થતાં આગામી ચોમાસા માટેના આયોજનો હાથ પર લીધાં છે.રાજ્ય સરકાર જળસંગ્રહ માટે એનજીઓની મદદ લેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ જળસંગ્રહ જનજાગૃતિ સહિતના કાર્યક્રમો એનજીઓની મદદ સાથે કરવામાં આવશે.

આ ઉપરાંત અન્ય એક મહત્ત્વના પગલાં તરીકે નક્કી કરવામાં આવ્યું છે કે દરેક ધારાસભ્યને તળાવ ખોદાવવાની મંજૂરી આપવામાં આવશે. ધારાસભ્ય દીઠ 5 તળાવો ખોદાવવા માટે મંજૂરી આપવામાં આવશે. આગામી મે માસની પહેલી તારીખથી આ સંદર્ભે મોટાપાયે તળાવ ખોદાવવાના કામો શરુ કરવામાં આવનાર છે.