ઇસ્કોન મંદિર ખાતે CMએ કરી જન્માષ્ટમીની ઉજવણી

ગઈકાલ થી રાજ્ય સહિત દેશ કૃષ્ણમય બની ગયું છે. પોતાના કાનજીની એક ઝલક માટે લાખોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ત્યારે આખા દેશ સાથે અમદાવાદમાં ખાતે પણ કૃષ્ણ જન્મની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો મધ્યરાત્રિની પ્રાર્થનામાં ભાગ લે છે. એવું માનવામાં આવે છે કે કૃષ્ણનો જન્મ મધ્યરાત્રિએ થયો હતો. મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે અને કૃષ્ણની મૂર્તિઓને નવા વસ્ત્રો અને ઝવેરાતથી શણગારવામાં આવી છે. દેશના ઘણા ભાગોમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં, ‘દહી હાંડી’ પ્રસંગ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.  

 

અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે પણ કૃષ્ણાનો વિધિવત સાજ શ્રંગાર કરવામાં આવ્યો. હતો ત્યારે ભગવાના શ્રી કૃષ્ણના આ ઔલોકિક દર્શના અર્થે ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા.  અને સામાન્ય જનતા વચ્ચે જઈ સામાન્ય ભક્ત તરીકે ભગવાનના દર્શનો લાહ્વો લીધો હતો. ભક્તોની ભીડ વચ્ચે સંપૂર્ણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને પોતાના કાફલા સાથે મુખ્યમંત્રી ઈસ્કોન મંદિર પહોંચ્યા છે. ભગવાનના જન્મોત્સવને લઈને જગતના નાથના મુખ્યમંત્રીએ વધામણાં કર્યા છે અને જગતના નાથની સામે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા છે. દ્વાપર યુગમાં શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષમાં અષ્ટમીની રાત્રે શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા. આ વર્ષે શ્રી કૃષ્ણની 5251મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તે સમયે વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્ર અને ચંદ્ર હતો. આજે રાત્રે પણ રોહિણી નક્ષત્ર અને ચંદ્ર વૃષભ રાશિમાં રહેશે. શ્રી કૃષ્ણ રાત્રે અવતર્યા હતા, તેથી રાત્રે જન્માષ્ટમી ઉજવવાની પરંપરા છે.