42મી નેશનલ PRSI વર્ચ્યુઅલ કોન્ફરન્સનું સમાપન

અમદાવાદઃ કોરોના રોગચાળા વચ્ચે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને બે દિવસીય 42મી નેશનલ પબ્લિક રિલેશન સોસાયટી ઓફ ઇન્ડિયા (PRSI) દ્વારા વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન અમદાવાદ ચેપ્ટરની યજમાની હેઠળ કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ “ધ ઇમર્જિંગ ન્યુ વર્લ્ડ  પોસ્ટ : કોવિડ-19–પબ્લિક રિલેશન ઇન એક્શન” રાખવામાં આવી હતી.

આ વર્ષે બે દિવસીય કોન્ફરન્સમાં જુદા-જુદા ક્ષેત્રના મહાનુભાવો, કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, તજજ્ઞો, બૌદ્ધિક પ્રતિભાઓ, સામાજિક કાર્યકરો, કંપનીના હોદ્દેદારો સહિત અનેક ઉચ્ચ­ અધિકારીઓએ આ કોન્ફરન્સમાં ભાગ લઈને પોતાનાં મંતવ્યોને વિસ્તૃતપણે જણાવ્યા હતાં. આ પ્રસંગે માખણલાલ ચતુર્વેદી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કે. જી. સુરેશે જણાવ્યું હતું કે અનિચ્છિત માહિતી કે ખોટા સમાચારોનો મારાએ રોગચાળા કરતાં પણ ખતરનાક છે અને તેનાથી જે નુકસાન થઈ શકે છે તે અણધાર્યું હોઈ શકે છે. જે દેશ, સમાજ અને દુનિયા માટે ભયજનક સાબિત થઈ શકે છે.

આ બે દિવસીય 42મી નેશનલ PRSI વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં જુદા-જુદા ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ અને કેન્દ્ર સરકારના અધિકારીઓ સહિતના કુલ 20થી વધુ સ્પીકરોએ ભાગ લીધો હતો જેમાં કેન્દ્રીય શિક્ષણપ્રધાન ડો. રમેશ પોખરિયાલ, ડો. અજિત પાઠક–રાષ્ટ્રીય પ્રમુખ  (PRSI), એસ. એમ. વૈદ્ય–ચેરમેન (IOC), ડો. વેદપ્રકાશ મિશ્રા–પ્રો-ચાન્સેલર (દત્તામેઘ યુનિવર્સિટી ઓફ મેડિકલ સાયન્સ-નાગપુર) જેવા ઉચ્ચ હોદ્દેદારોએ હાજરી આપી હતી.

ભારતભરમાંથી જોડાયેલા પીઆર પ્રોફેશનલ્સની આ નેશનલ કોન્ફરન્સમાં કુલ 20 સ્પીકરોએ ભાગ લીધો હતો અને તેમાં આશરે 2500થી વધુ લોકોએ અલગ અલગ માધ્યમથી જોડાયા હતાં.