ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર..

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49.26 ટકા પરિણામ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 30.48 ટકા પરિણામ તેમજ ધોરણ 10માં 28.29 ટકા પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ બપોરે 12 વાગે  ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે.

અહી નોંધનીય છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ જે પાસ થયા હતાં એવા વિદ્યાર્થી પણ પરીક્ષા આપી હતી. જેમાં પહેલીવાર પાસ થયેલાએ પણ પરીક્ષા આપી હતી. જેમાં 7744 વિદ્યાર્થી નોંધાયેલ હતા. પૈકી 4094 વિદ્યાર્થીઓના પરીણામમાં સુધારો થયો છે. જ્યારે 3648 વિધાર્થીઓના પરીણામમાં સુધારો ના થયો.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં તમામ વિષયો સાથે બીજીવાર બોર્ડ પરીક્ષા લેવાઈ હતી. જેમાં અગાઉના મુખ્ય બોર્ડ પરીક્ષામાં પાસ હોય તેવા અને નાપાસ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને તક અપાઈ છે. જ્યારે ધોરણ 10માં ત્રણ વિષયમાં નાપાસ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા યોજાય હતી. ધોરમ 12 સાયન્સમાં 8 હજારથી વઘુ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ પાસ થયા છે તેમ છતાં વધુ ગુણ મળવવા માટે ફરી પરીક્ષા આપી હતી. ધોરણ 10, 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહના કુલ મળીને 2.28 લાખથી વઘુ વિદ્યાર્થીઓનું પરિણામ gseb.org પર ચેક કરી શકાશે. ઉલ્લેખનીય છે કે માર્કશીટ અને પ્રમાણપત્ર વિતરણની હવે પછી તારીખ જાહેર કરાશે.