‘ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા’નો નવસારીમાં ભવ્ય પ્રારંભ

ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરી આયોજીત રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાયોજીત ‘ચિત્રલેખા નાટ્ય સ્પર્ધા*’ નો ભવ્ય પ્રારંભ નવસારીના સાંસદ સી આર પાટીલ અને અનેક મહાનુભાવોની હાજરીમાં ટાટા હોલ ખાતે આજે થયાે છે.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા- 2019’ (વર્ષ 13મું) નો શુભારંભ નવસારીના સાંસદ સી આર પાટીલની સાથે ધારાસભ્ય પિયુષભાઇ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબહેન પટેલ, નવસારી નગરપાલિકા કારોબારી અધ્યક્ષ પ્રેમભાઇ લાલવાણીની સાથે પ્રસિદ્ધ નાટ્ય લેખક આ સ્પર્ધાના મુખ્ય સ્તંભ એવા પ્રવીણ સોલંકી, ભવન્સ કલ્ચરલ સેન્ટરના લલીતભાઈ શાહ, રમાકાંત ભગતની સાથે સ્પર્ધા અન્ય નિર્ણાયકો પ્રસિદ્ધ નાટ્યકાર ડૉ.મહેશ ચંપકલાલ (વડોદરા) અને ભાર્ગવ ઠક્કર (અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા માં ભાગ લેવા માટે સમગ્ર ગુજરાત અને મુંબઈમાંથી એન્ટ્રી માટે આવેલા નાટકોપૈકી પ્રારંભિક સ્પર્ધા માટે 19 નાટકો ની પસંદગી થઇ હતી. એ પૈકી અમદાવાદ ખાતે 6 અને ભાવનગર ખાતે 6 નાટકોની ભજવણી થઇ ચુકી છે. હવે બાકીના 7 નાટકો નવસારી ખાતે ૨૦મી ડીસેમ્બર સુધી ભજવાશે. સુરતનું શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટસ (એસઆરકે), જીવન ભરતી મંડળ (સુરત), એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ (ભૂજ), રાજવી જોશી- રાજ થીયેટર, નવસારીમાં સાંસદ સી આર પાટીલ, પ્રેમભાઈ લાલવાણી જેવા અનેકના સહયોગ થી આ સ્પર્ધા યોજાઈ રહી છે.