અમદાવાદ સરસપુરમાંથી મળ્યું ચરસ, ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા

ગુજરાત ધીમે ધીમે ઉડતા ગુજરાત બનતું જઈ રહ્યું છે. પાછલા કેટલાક સમયથી ગુજરાતમાંથી નસીલા પદાર્થ મળવાનો સીલસીલો યથાવત્ જોવા મળી રહ્યો છે. પહેલા અમદાવાદ શહેરમાંથી ગાંજા અને મેફેડ્રોન બાદ હવે ચરસ ઝડપાયું છે. શહેરમાં સરસપુર વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચને 1.70 લાખનું 1.138 ગ્રામ ચરસ મળી આવ્યું છે. આ સાથે ક્રાઈમ બ્રાન્ચે રઈશ કુરેશી અને વસીમ કીદવઈ નામના બે આરોપીઓને ઝડપ્યા છે.

અમદાવાદના સરસપુરમાંથી ક્રાઈમ બ્રાન્ચે ચરસ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેથી મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચરસ આપવા આવનાર સલમાન નામનો આરોપી ફરાર થયો છે. જેની શોધ ખોળ પોલીસ હાથધરી છે. આ ચરસને લઈ ક્રાઈમ બ્રાચે મુદ્દા માલ જપ્ત કરવા સાથે ક્યાંતી આવ્યું અને કોઈ આપવાનું હતું, તે દિશામાં તપાસ હાથ ધરી છે.

આ અગાઉ 12 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ભંગાર ભરેલી ગાડીમાં ડ્રગ્સ સપ્યાલ કરતા હતા. આ ડ્રગ્સ જયપુર-રતલામ રૂટ પરથી અમદાવાદ ઘુસાડવામાં આવ્યું હતુ. પરંતુ ડ્રગ્સ કોઈના સુધી પહોંચે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે 9 સપ્ટેમ્બરના રોજ 200 કિલો ડ્રગ્સ સાથે જીઆઈડીસી વિસ્તારમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જથ્થો ટ્રકમાં આવી રહ્યો હતો અને પોલીસને બાતમી મળતા ટીમ કામે લાગી ગઈ હતી. પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી હતી. જ્યારે 10 ઓગસ્ટના રોજ એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતુ જેની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે. તો 11 ઓગસ્ટના રોજ અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના 37 પાર્સલ જપ્ત કર્યા હતા. અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા જે દેશના અલગ-અલગ જિલ્લામાં જવાના હતા પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઈમે તેને ઝડપી પાડયા હતા.