ચાંદીપુરાનો રાજ્યમાં પગ પેસારો, જાણો કેટલાનો જીવ લીધો

ગુજરાતમાં પાછલા કેટલાક દિવસથી પાણી જન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. જ્યારે ડોક્ટર બહારનું ખાવની સલાહ પણ આપી રહ્યા છે. આ ઉપરાંત પોતાના સ્વાસ્થય સાથે ચેડા ન કરવા માટેના સૂચનો કરી રહ્યા છે. એ વચ્ચે રાજ્યમાં ચાંદીપુરા નામના વાયરસે માથું ઉંચક્યું છે. આજે સવારે ચાંદીપુર વાયરસનો એક શંકાસ્પદે નોંધવામાં આવ્યો છે ત્યારે આ કેસના જરૂરી સેમ્પલ પૂર્ણ ટેસ્ટીગ એર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 9 દિવસમાં 12 બાળકો આ વાઈરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 10 બાળકોનાં મોત થઈ ચૂક્યા છે. સંક્રમણ વધવાના કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. હાલ સુઘીમાં ચાંદીપુરા વાયરસથી 10 જેટલા બાળકો એ જીવ ગુમાવ્યો છે. જ્યારે 14 શંકાસ્પદ કેસ આવી ચૂક્યા છે.

આજે ગુજરાતના ગોધરામાં 4 વર્ષની આકે બાળકીએ વડોદરાની SSG  હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજું મહેસાણાના 1 વર્ષના બાળકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો છે. જ્યારે સિવિલમાં હાલ 6 બાળકો સારવાર હેઠળ છે. ગતરોજ પુણેથી આવેલા રિપોર્ટમાં મોડાસાની એક બાળકીનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેનું મોત આ વાઇરસથી થયું હોવાનું કન્ફર્મ થયું હતું. જો કે ચારમાંથી ત્રણ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારે બાકીના બાળકોના રિપોર્ટ આવ્યા નથી.

મળતી માહિતી અનુસાર વડોદરાની SSG હોસ્પિટલમાં છેલ્લાં 15 દિવસમાં 7 સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યાં છે. આ શંકાસ્પદ બાળદર્દિમાં બે બાળકોને ICUમાં રાખવામાં આવ્યા છે. આ કેસોમાં ઝાડા, ઉલટી ,ખેંચ અને તાવ આવવો, બેભાન અવસ્થામાં આવેલા દર્દીઓના સેમ્પલ મોકલવામાં આવ્યાં છે. આ કેસોમાં ચાંદીપુરા વાઇરસ છે કે કેમ તે સેમ્પલ રિપોર્ટ બાદ ખબર પડશે. આ સારવાર દરમ્યાન બે દર્દીના મોત થયાં છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના આઠ બાળકોના કેસ સારવાર માટે આવ્યા હતા. જેમાંથી 6 બાળકોના મોત નીપજ્યાં હતા અને બે બાળકો સારવાર હેઠળ છે. ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા સેમ્પલ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ આજે સાંજે આવ્યા છે. જેમાં ચારમાંથી એક પોઝિટિવ અને ત્રણ નેગેટિવ રીપોર્ટ આવ્યા છે. જ્યારે હવે બાકીના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.

શું છે ચાંદીપુરા વાઈરસ?
આ કોઈ નવો વાઈરસ નથી. તેનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળે મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તાર આ વાઈરસથી પ્રભાવિત છે. આ એક આરએનએ વાઈરસ છે. તેના સંક્રમણથી દર્દી મગજનો તાવનો શિકાર થઈ જાય છે. તે મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી ફેલાય છે. ચાંદીપુરા વાઈરસ બાળકોને શિકાર બનાવે છે. તે મુખ્ય રીતે 9 મહિનાથી 14 વર્ષ સુધીના બાળકોને પ્રભાવિત કરે છે. સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે. તેમાં ફ્લૂ જેવા જ લક્ષણ હોય છે અને એન્સેફ્લાઇટિસની ફરિયાદ રહે છે. આ વાઈરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલ્ટી, ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો સામાન્ય લક્ષણો છે.