ચેઇન સ્નેચિંગ ગણાશે લૂંટનો ગુનો, કાયદો સુધારી જેલની મહત્તમ સજા વધારાશે

ગાંધીનગર– ગુનાખોરીના કેસોમાં વધુમાં વધુ બનતાં ચેઇન સ્નેચિંગના કેસો એ હદે વધી ગયાં છે કે આ ગુનામાં વધુ કડક સજાની જોગવાઇ દાખલ કરવાની સરકાર દ્વારા પ્રક્રિયા હાધ ધરવામાં આવી છે. આ ગુનામાં દોષિત ઠરનારને 7 વર્ષની જેલની સજાની જોગવાઇ થશે.ચેઇન સ્નેચિંગના ગુનામાં હાલ ફક્ત 6 માસની સજા થાય છે. તેમ જ ચીલઝડપની કલમ લાગતી હોય છે તેને બદલે લૂંટની કલમ લગાડવામાં આવશે. હાલ આરોપીને સરળતાથી જામીન પણ મળી જાય છે.જેને લઇને ગુનાખોરો સજાને ગણકારતાં ન હોવાનું વલણ છે.

ફાઈલ ચિત્ર

ચેઇન સ્નેચિંગમાં લૂંટની 392ની કલમ લાગ્યાં બાદ આરોપીને જામીન નહીં મળે અને મહત્તમ 7 વર્શ જેલમાં કાઢવા પડશે. સજાની જોગવાઇ વધવાથી આવા કેસો સેશન્સ કોર્ટમાં ચલાવવામાં આવશે જેથી આરોપીને જામીન મળવા મુશ્કેલ બને છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]