શ્રીમ્પ ફાર્મિગ માટે થયાં MOU, ચૈન્નઈની સંસ્થા ગુજરાતના મત્સ્યોદ્યોગને વધારશે

ગાંધીનગર-રાજ્યના મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવાના ભાગરુપે નવસારીના બ્રેકિશ વોટર ફીશ ફાર્મના 5 હેક્ટર વિસ્તારમાં ક્રેબ, મીલ્ક ફીશ, સીબાસ પ્રજાતિના મત્સ્ય બીજ ઉછેર તથા સંશોધનની કામગીરી હાથ ધરવાનું આયોજન થયું છે. જે માટે  કેન્દ્ર સરકારની ICAR સંસ્થાના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રેકીશ વોટર એક્વાકલ્ચર, ચેન્નાઇ દ્વારા સરકાર સાથે એમઓયુ કરવામાં આવ્યાં હતાં.

સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ બ્રેકીશ વોટર એકવાકલ્ચર દ્વારા દક્ષિણ ભારતમાં ફીનફીશ અને સેલફીશના રીસર્ચ અને ઉછેરની કામગીરી કરવામાં આવે છે.  શ્રીમ્પ ફાર્મીગ પદ્ધતિની સફળતા બાદ હાલમાં એશિયન સીબાસ, મિલ્ક ફીશ અને ક્રેબનાં કલ્ચરની સફળતા મળી છે. શ્રીમ્પ કલ્ચર ૫દ્ધતિમાં નવી ટેકનોલોજી તેમ જ ઉછેર દરમિયાન કોઇ રોગ લાગુ પડે તો તેના નિવારણની કામગીરી પણ સીબા દ્વારા હાથ ધરવામાં આવે છે. આ એમઓયુ દ્વારા સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ઓફ બ્રેકીશ વોટર એકવાકલ્ચર, ચેન્નાઇ દ્વારા ગુજરાતમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરી નવી પ્રજાતિઓ જેવી કે, સીબાસ, મીલ્ક ફીશ, સીલ્વર પોમ્પેનો, કોબીયા અને ક્રેબ પ્રજાતિના મત્સ્ય બીજનો ઉછેર કરવામાં આવશે. તેમજ બ્રેકીશ વોટરમાં ઝીંગા ઉપરાંત ફીનફીશનો ઉછેર અને વેલ્યુ એડેડ ફીશરીઝ પ્રોડકટ માટે ખેડૂતો, સ્ટાફને તાલીમ, વિસ્તરણ અને ટેકનીકલ સહયોગ પૂરો પાડવામાં આવશે.

ગુજરાતમાં દરિયાઇ મત્સ્ય ઉત્પાદન મહત્તમ મત્સ્ય પકડાશ રેસીયો (MSY) એટલે કે, ૭.૦૩ લાખ મે.ટન છે. જેના કારણે દરિયામાં કીમતી અને આરોગ્યપ્રદ મત્સ્યના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]