લોન અને ક્રેડિટ કાર્ડના નામે લોકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું

અમદાવાદઃ શહેરમાં લોન અને ક્રેડિટ કાર્ડના નામે લોકો સાથે ઠગાઈ કરતું કોલસેન્ટર શહેરના નવરંગપુરા વિસ્તારમાંથી ઝડપાયું છે. પોલીસે સમગ્ર મામલે 19 લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓ અહીંથી બેઠા-બેઠા વિદેશમાં કોલ કરી છેતરપિંડી કરતા હતા. હજુ સુધી લાખો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અગાઉ લોન અને ક્રેડિટ કાર્ડના નામે છેતરતું કોલ સેન્ટર દિલ્હીથી ઝડપાયું હતું. અમદાવાદ સાઈબર ક્રાઈમે દિલ્હીમાં પ્રથમ મહિલા સંચાલિત કોલ સેન્ટર પર દરોડા પાડી 17 મહિલાઓની ધરપકડ કરી હતી. આ મહિલાઓ ટેલિકોલિંગ દ્વારા લોકોને લોભામણી જાહેરાતો કરી પૈસા પડાવતી હતી. અમદાવાદ સાઈબર ક્રાઈમના ડીસીપી રાજદીપસિંહ ઝાલા એસીપી જે એસ ગેડમને બાતમી મળી હતી કે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં લોકો સાથે લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે ફોન કરનાર મોટાભાગની મહિલાઓ છે.

ઉલ્લેખનીય છે કે વિદેશીઓને લોભામણી લાલચો આપી ઉલ્લું બનાવતા કેટલાંક કોલ સેન્ટરોનો અગાઉ પણ પર્દાફાશ થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]