અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બેફામ બનેલા અસાજિક તત્વો પર તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. વાત એમ છે કે 18મી ડિસેમ્બરના રાત્રે પોલીસનું નામ ખરાબ કરનારનું વરઘોડો કાઠીને તેના ઘર પર બુલડોઝર ફેરવવાના તંત્રે કડક આદેશ આપ્યા હતા. પોલીસને હથિયારો બતાવી ધમકાવી ગાડીમાં બેસાડી ભગાડી દેનારા ફઝલ અને આફતાબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર મકાનો બનાવ્યા હોવાથી તેને તોડી પાડવામાં આવી રહ્યા છે.
બાપુનગરમાં પોલીસ પર જાહેરમાં હુમલો કરીને સિસ્ટમને પડકારનાર શખસ ફઝલ અને આફતાબ શેખે મ્યુનિસિપલ કોર્પોરેશનની પચાવી પાડેલી જગ્યામાં ગેરકાયદે પાકા મકાનો બનાવી લીધા હોવાના આક્ષેપ લાગ્યા હતા. અકબરનગરના છાપરા વિસ્તારમાં આ બંને ભાઈઓના ગેરકાયદે મકાન છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બંને મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં પોલીસની હાજરીમાં ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર સાથે આંતક મચાવનારા અસામાજિક તત્ત્વોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં ઝડપાયેલા આરોપી સમીર શેખ, આફતાબ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ તમામનો ઘટના સ્થળે વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને જાહેરમાં જનતા સમક્ષ માફી પણ મંગાવી હતી.