રવિકિશને ગુજરાતી-ભોજપુરી ગીત રિલીઝ કર્યું

ગોરખપુર (ઉત્તર પ્રદેશ): ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અને ભોજપુરી ફિલ્મોના જાણીતા અભિનેતા રવિકિશને ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ચૂંટણી પ્રચારાર્થે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એક રેપ સોંગ રિલીઝ કર્યું છે – ‘ગુજરાતમાં મોદી છે.’  182-બેઠકોવાળી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 1 અને પાંચ ડિસેમ્બરે મતદાન થવાનું છે. 8 ડિસેમ્બર મતગણતરી અને પરિણામનો દિવસ છે.

રવિકિશને પોતાના સ્વરવાળું આ ગુજરાતી-ભોજપુરી રેપ સોંગ રિલીઝ કર્યું એના 10 કલાકમાં જ એને 10 હજારથી વધારે વ્યૂઝ મળ્યા છે. ગીતમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારક, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગોરખપુરમાં ભાજપના સંસદસભ્ય રવિકિશનની તસવીરો પણ બતાવાઈ છે. આ ગીતનો ટાર્ગેટ-દર્શકગણ ગુજરાતમાં વસતા હજારોની સંખ્યાના ઉત્તર પ્રદેશ અને બિહારવાસી લોકો છે.

https://twitter.com/BJP4UP/status/1593582224426684416