ભાજપે 34 ઉમેદવારોના નામની યાદી કરી જાહેર

અમદાવાદ– ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકો પૈકી ભાજપની બાકી રહેલી 34 ઉમેદવારોના નામની જાહેરાત મોડીરાતે તબક્કાવાર કરવામાં આવી હતી. ભાજપે ટેલિફોનિક સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદના ઘાટલોડિયા બેઠક પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે ટર્મ સુધી સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન રહી ચુકેલા અને હાલ ઔડાના ચેરમેનપદે ભુપેન્દ્ર પટેલનું નામ પસંદ કરાયું છે. નારણપુરા બેઠક પર કૌશિક પટેલ અને સિદ્ધપુરની બેઠક જયનારાયણ વ્યાસને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપની 34 ઉમેદવારોના નામની સત્તાવાર યાદી