કોંગ્રેસને ગુજરાત ક્યારેય માફ નહીં કરેઃ PM નરેન્દ્ર મોદી

ભુજ– વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતમાં ભાજપને જીત અપાવવા મોરચો સંભાળ્યો છે. તેઓ નલિયા હવાઈમથકે આવીને માતાના મઢ જઈને દર્શન કરવા પહોંચ્યા હતા, ત્યારબાદ તેઓએ ગુજરાત ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો. ભુજની લાલન કોલેજમાં ચૂંટણી સભા સંબોધતા નરેન્દ્ર મોદીએ મોદીએ જણાવ્યું છે છેલ્લા સમયથી કોંગ્રેસે આવીને એટલો કીચડ ઉછાડ્યો છે કે કમળ ખીલવાનું હવે સરળ થઈ ગયું છે. હું એ તમામ લોકોનો આભાર માનું છું કે જે લોકોએ કીચડ ઉછાળી કમળને ખીલવાની જગ્યા કરી આપી છે. તેમજ મોદીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે હાફિઝને છોડવામાં આવ્યો ત્યારે કોંગ્રેેસે તાળીઓ પાડી હતી.વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે આ ચૂંટણી એકતરફ વિકાસનો વિશ્વાસ છે અને બીજી તરફ વંશવાદનું વરવું રૂપ છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા વડાપ્રધાને જણાવ્યું કે કોંગ્રેસને ગુજરાતે ક્યારેય સ્વીકાર્યું નથી અને એનું કારણ સરદાર પટેલના જમાનાથી તમે લોકોએ ગુજરાતને દાઢમાં રાખીને તેને પાછળ ધકેલવામાં કોઈ પાછીપાની કરી નથી. આ ગુજરાતના લોકો મહાગુજરાતનું આંદોલન ચલાવતા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યાલયમાંથી તમે ગુજરાતની માંગણી કરનારા દુધમલ જવાનીયાઓ પર કોંગ્રેસના કાર્યાલયમાંથી  ગોળીઓ ચલાવી હતી. ગુજરાતના દુધમલ જવાનીયાઓને તમે મોતને ઘાટ ઉતાર્યા હતા. માત્ર સરદાર પટેલ જ નહી પરંતુ તમે ડગલેને પગલે ગુજરાત પ્રત્યે વેર વાળવામાં ક્યાંય કચાશ નથી રાખી.

 • હું ગુજરાતમાં ખૂણે ખૂણે જનતા જનાર્દનના દર્શન અને આશીર્વાદ લેવા નીકળ્યો છું
 • આ ચૂંટણીમાં એકબાજુ વિકાસનો વિશ્વાસ છે તો બીજી તરફ વંશવાદનું વરવું રુપ છે, કોંગ્રેસને ગુજરાત ક્યારેય માફ નહીં કરે
 • સરદાર વલ્લભભાઈ પટેલના જમાનાથી કોંગ્રેસે ગુજરાતને દાઢમાં રાખીને ગુજરાતને પાછળ ધકેલવામાં કોઈ પાછીપાની કરી નથી
 • આ એ કોંગ્રેસ છે કે જેણે મહા ગુજરાત આંદોલન સાથે સંકળાયેલા યુવાનોને મોતને ઘાટ ઉતાર્યા હતા
 • 30 વર્ષ પહેલાં જો નર્મદાના પાણી કચ્છમાં આવ્યા હોત તો આજે કચ્છની કાયાપલટ કંઈક અલગ જ હોત
 • કોંગ્રેસના શાસનમાં ખોટા વહીવટીતંત્રે કચ્છ પર પ્રતિકૂળ અસર ઊભી કરી હતી
 • ‘ગુજરાત મારો આત્મા છે, ભારત મારો પરમાત્મા છે.’ ગુજરાતની આ જમીન મારી સંભાળ રાખે છે, ગુજરાતે મને શક્તિ આપી છે
 • કોંગ્રેસે ગુજરાતમાં આવે છે અને ગુજરાતના પનોતાપુત્ર વિશે જૂઠ્ઠાણાં ફેલાવે છે. અગાઉ તેમણે સરદાર પટેલ સાથે પણ તે જ કર્યું જે ગુજરાતની જનતા ક્યારેય સ્વીકારશે નહીં કે કોઈ ગુજરાતી તે જૂઠ્ઠાણાંને સાંખી નહીં લે
 • કચ્છના બંદરો જબરદસ્ત ટ્રાફિકનું સંચાલન કરે છે. તેઓ ભારત માટે અર્થતંત્રને વેગવંત કરવાના દ્વાર બની ગયા છે. કચ્છના બંદરોને કારણે વેપાર-વાણિજ્યને પ્રોત્સાહન મળ્યું છે
 • શું કોંગ્રેસના કોઈ નેતા ક્યારેય કામરાજ, આચાર્ય કૃપલાણી, સુભાષ બાબુ, યુ.એન. ઢેબર (જે ગુજરાતની હતા) તેમના વિશે વાત કરે છે? … નહીં કારણ કે તેઓ માત્ર એક જ પરિવાર વિશે વાત કરે છે
 • 26/11 અને ઉરીમાં ભારત પર હુમલો કરવામાં આવ્યો ત્યાર બાદ તમે જોઈ શકો છો કે બંને હુમલાઓના પગલે ભારતે કેવી પ્રતિક્રિયા આપી. આ છે કોંગ્રેસ સરકાર અને ભાજપ સરકાર વચ્ચેનો તફાવત
 • અમે અહીં સત્તા માટે નથી, અમે અહીં 125 કરોડ ભારતીયોના હિત માટે છીએ. અમે ભારતને ભવ્યતાની નવી ઊંચાઈએ લઇ જવા માગીએ છીએ– કોઈ મને કહે કે આજથી ત્રીસ વર્ષ પહેલા આ નર્મદાનું પાણી કચ્છની ધરતી પર આવ્યું હોત તો કોઈને કચ્છમાંથી હીજરત કરીને જવું પડ્યું ન હોત.

– પહેલા કચ્છમાં એક જમાનો હતો જ્યારે ઘુસણખોરી અને દાણચોરીની સમસ્યા હતી આ બધુ કોંગ્રેસના પાપે હતું.

– આજથી 60 વર્ષ પહેલા કચ્છની ધરતી પર ભૂકંપ આવ્યો હતો, અંજારનો ભૂકંપ અને ત્યારે વડાપ્રધાન હતા પંડિત જવાહરલાલ નહેરૂ, ભૂકંપ એટલો ભયંકર હતો કે ખૂદ પંડિતજીને અહીંયા આવવું પડ્યું હતુ. પરંતુ કોઈ એવું કામ થયું નથી કે કચ્છના લોકો માટે ફાયદાકારક હોય.

 • તમારી પાસે ન નિયત છે ન નિતી છે ન નેતા છે કે ન તો તમારો ધરતી સાથે કોઈ નાતો છે. જે લોકોને પરીવારથી આગળ કશું જોવું નથી તે લોકો શું દેશનો વિકાસ કરી શકવાના.
 • હું કોંગ્રેસના લોકોને કહેવા માંગું છું કે 2001ના ભૂકંપ પછી એ જ કચ્છનો ભૂકંપ હતો કે જેણે મને નવી જીંદગી જીવવા માટે મજબૂર કર્યો છે.
 • મારો આ રસ્તો નહોતો ભાઈ હું તો સમાજસેવા માટે ખભે થેલો લઈને ફરતો માનવી હતો, પણ કચ્છના ભૂકંપ બાદ અહીંના લોકોની સ્થિતી જોઈને અટલબિહારી વાજપાઈએ મને કહ્યું કે ભાઈ તું ત્યાં જા અને ત્યાંના લોકોની મદદ કર અને ત્યારબાદ હું ગુજરાત આવ્યો અને મુખ્યપ્રધાન તરીકેની મેં જવાબદારી સ્વીકારી.
 • મુખ્યપ્રધાન બન્યા પછી વહીવટનો પહેલો “ક” હું કચ્છમાં શીખ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને વર્ષો પહેલા લખેલી ગુજરાત મારો આત્મા અને ભારત મારો પરમાત્મા એ કવિતાને યાદ કરી હતી. આપે મને દિકરા તરીકે મોટો કરીને મને શક્તિ આપવાનું કામ આ ગુજરાતના લોકો અને ગુજરાતની માટીએ કર્યું છે.

– આટલા વર્ષના જાહેર જીવનમાં જે દિકરા પર ડાઘ નથી અને કોંગ્રેસીઓ તમારી આ હિંમત કે આ ગુજરાતની ધરતી પર આવીને ગુજરાતના દિકરા પર જુઠ્ઠા આરોપ લગાવો.

– ગુજરાતના તમારા આ દિકરા પર જુઠ્ઠા આરોપો લગાવતા લોકોને માફ કરશો? જનતા એ પણ કહ્યું કે નહી કરીએ માફ.

– કોંગ્રેસે જયારે સરદાર પટેલ જુલ્મ કર્યો હતો ત્યારે તો લોકોએ સહન કર્યું પણ હવે સમય બદલાયો છે ગુજરાત હવે તમને માફ નહી કરે.

– જે રણથી દુનિયા દુર ભાગતી હતી, એ જ રણ આજે કચ્છીઓ અને દેશનું તોરણ બની ગયું છે.

 • વિકાસને અમે વરેલા છીએ વિકાસ અમારો મંત્ર રહ્યો છે. કોઈએ પહેલા કલ્પના પણ નહોતી કરી કે અહીંયા પણ ખેતી થાય પણ આજે કચ્છ કૃષી ક્ષેત્રે ક્રાંતી કરીને આગળ વધ્યું છે.
 • અમુક લોકો માટે અમુક વસ્તુ સમજવી જ મુશ્કેલ હોય છે તેમના માટે માથાકુટ કરીને કંઈ ન મળે.