જે થઈ રહ્યું છે તેનું દુઃખ છેઃ મહેસાણામાં ભાજપ ઉમેદવાર શારદાબહેન પટેલની મુલાકાત…

મહેસાણા– લોકસભા ચૂંટણીનો માહોલ જમાવવા બધાં રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા મહેસાણા લોકસભા બેઠક પરથી શારદાબહેન પટેલને ચૂંટણીજંગમાં ફતેહ કરવાનો ભાર સોંપાયો છે. ત્યારે શારદાબહેને પોતાના મતદાતાઓ વચ્ચે પહોંચીને ગામેગામ લોકસંપર્ક શરુ કરી દીધો છે. chitralekha.com ના ચીફ રીપોર્ટર પારુલ રાવલે શારદાબહેનના ગામેગામના લોકસંપર્ક કાર્યક્રમના સાક્ષી બનતાં તેમની સાથે મહેસાણાના વિવિધ ગામોમાં મુલાકાત લીધી હતી. અનેક સંસ્થાઓના વહીવટનાં અનુભવી શારદાબહેને આ મુલાકાત દરમિયાન સક્રિય રાજકારણમાં મહિલા અનામત, તેમની મોડી એન્ટ્રીથી શો લાભ થયો, તેમના પારિવારિક રાજકીય સંબંધો,પાટીદાર ફેક્ટર, હાર્દિક પટેલ-આશા પટેલ-નારણ પટેલ નારાજગી, મતદારોના પ્રતિભાવ, આશાઅપેક્ષાઓ વગેરે વિશે વિગતે વાત કરી હતી. આવો નિહાળીએ શારદાબહેન પટેલની મહેસાણાના આંબલિયાસણ ગામથી એક મુલાકાત…