કચ્છ અને ભાવનગર લોકસભા ક્ષેત્રને ધમરોળશે રાજનાથસિંહ, કાલે 3 કાર્યક્રમ…

ગાંધીનગર– લોકસભા ચૂંટણીપ્રચાર માટે ગુજરાત મહત્ત્વના રાજ્ય તરીકે સ્થાન મેળવી ચૂક્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ આવતીકાલે ૧૨ એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી પહોંચશે. તેઓ ગાંધીધામ, ભાવનગર અને બોટાદમાં જનસભા સંબોધશે.

ફાઈલ ચિત્ર

ભાજપ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં લોકસભા ચૂંટણીના અનુસંધાને કચ્છ અને ભાવનગર લોકસભા ક્ષેત્રના ભાજપાના ઉમેદવારોના સમર્થનમાં આવતીકાલે તારીખ ૧૨ એપ્રિલ, ૨૦૧૯ના રોજ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ ચૂંટણી પ્રચાર અંતર્ગત જાહેર સભાઓ સંબોધશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહનો વિગતવાર કાર્યક્રમ
તારીખ
સમય
કાર્યક્રમની વિગત
૧૨.૦૪.૨૦૧૯
શુક્રવાર
સવારે ૧૧.૦૦ કલાકે
કચ્છ લોકસભાની ગાંધીધામ વિધાનસભા – જાહેર સભા
સ્થળ – સિંધુ ભવન હોલ, ગાંધીધામ, જિ. કચ્છ.સાંજે ૦૪.૦૦ કલાકે
ભાવનગર લોકસભા – જાહેર સભા
સ્થળ – યશવંતરાય નાટ્યગૃહ હોલ, ભાવનગર.સાંજે ૦૫.૩૦ કલાકે
ભાવનગર લોકસભાની બોટાદ વિધાનસભા – જાહેર સભા
સ્થળ – વી. પી. બંગલો પાસે, ભાવનગર રોડ, બોટાદ.

 

E આ ઉપરાંત પણ ભાજપના સ્ટારપ્રચારકો દ્વારા 19 તારીખ સુધી જેમના ચૂંટણીપ્રચાર કાર્યક્રમ ગોઠવાયાં છે તેમાં…આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ વધુ એક કાર્યક્રમ ગોઠવવામાં આવનાર છે.