નવી શિક્ષણ નીતિ બનાવવામાં શિક્ષકોનું મોટું યોગદાનઃ PM મોદી

ગાંધીનગરઃ વડા પ્રધાન મોદી એક દિવસના રાજ્યના પ્રવાસે છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને દેશના નવ રાજ્યમાં આવેલા 91,000થી વધુ શિક્ષકોના સંમેલનમાં સંબોધન કર્યું હતું. આ સંમેલન 29મા દ્વિવાર્ષિક શૈક્ષણિક સંમેલન ટીચર્સ એટ ધ હાર્ટ ઓફ ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશનની થીમ પર છે. નવી શિક્ષણ નીતિમાં શિક્ષકોનું મોટું યોગદાન છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.  નવી શિક્ષણ નીતિમાં પ્રેક્ટિકલ જ્ઞાનનું બહુ મહત્ત્વ છે. જૂની શિક્ષણ નીતિમાં માત્ર પુસ્તકનું જ્ઞાન હતું.

તેમણે શિક્ષકોના સંમેલનમાં સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષકો સાથેના અનુભવ મને કામમાં આવ્યા છે. હું આજીવન વિદ્યાર્થી રહ્યો છું. વિદેશમાં શિક્ષકોની બોલબાલા છે. ઝડપથી શિક્ષણ વ્યવસ્થા બદલાઈ રહી છે.  હું દેશના શિક્ષકોની વાત કરવા માગું છું. ગૂગલથી ડેટા મળે, પણ નિર્ણય તો જાતે જ કરવો પડે છે.  ગુરુ જ શિષ્યને જ શીખવાડી શકે છે કે નિર્ણય કેવી રીતે લેવો. આજના વિદ્યાર્થીઓ શિક્ષકોને પડકાર આપે છે. વિદ્યાર્થીથી શિક્ષકનો વિચારથી ઘણુંબધું શીખે છે. એક ગુરુ જ વિદ્યાર્થીને પ્રેરિત કરી શકે છે.  શિક્ષકોએ સતત અપડેટ રહેવું પડે છે. શિક્ષકો બીજાને મદદ કરશે તો વિદ્યાર્થીઓ પણ તેવું શીખશે.

બાળકોને સારા શિક્ષક મળે, એ દરેક વાલીની ઇચ્છા હોય છે. વિકાસમાં શિક્ષકોની ભૂમિકા બહુ મોટી છે. આમે પરિવાર બાદ શિક્ષક પાસે બાળક વધુ સમય વિતાવે છે. શિક્ષક બાળકના માર્ગદર્શક બની શકે છે. શિક્ષક પાસેથી વિદ્યાર્થી ઘણુંબધું શીખે છે. લોકો એન્જિનિયર બનવા માગે છે, ડોક્ટર બનવા માગે છે. બહુ ઓછા લોકો શિક્ષક બનવા માગે છે. ટેક્નોલોજીથી માહિતી મળે, દ્રષ્ટિકોણ નહીં.

આજે મારા જેટલા શિક્ષકો છે, તેમના સંપર્કમાં છું. શિક્ષકોને આપણે ભૂલવા ના જોઈએ. પ્રાથમિક શિક્ષણનો રોલ બહુ મહત્ત્વનો છે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાળકોને બહારનું શિક્ષણ મેળવવામાં પણ મદદ કરશે. વિદ્યાર્થીઓ અભ્યાસની બહારના સવાલ કરતા થયા છે. સ્કૂલોએ તેમનો જન્મદિવ જરૂર ઊજવવો જોઈએ. સ્કૂલોએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ શિક્ષકોને બોલાવવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની મુલાકાતમાં કુલ રૂ. 4400 કરોડની યોજનાનું લોકાર્પણ કરશે.  તેઓ મહાત્મા મંદિરમાં 12 વાગ્યે અમૃત આવાસોત્સવની ઉજવણીમાં પણ ભાગ લેશે. આની સાથે 232 તાલુકાઓમાં લગભગ 12,000થી વધુ આવાસોનું લોકાર્પણ પણ કરશે. આ યોજના અંતર્ગત લગભગ 1900 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 42,441 આવાસોનું લોકાર્પણ, ખાતુમુહુર્ત અને ગૃહ પ્રવેશ કરાવવામાં આવશે. ભાજપના તમામ ધારાસભ્યોને અહીં હાજર રહેવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ ઉપરાંત તેઓ રૂ. 1545.47 કરોડના વિકાસનાં કાર્યોના ખાતમુર્હૂત કરશે. આ સાથે લોકાર્પણ રૂ. 78.88 કરોડનાં કામોનું તથા ખાતમૂર્હત રૂ. 1466.59 કરોડનાં કામોનું થશે. જેમાં બાપુનગર વોર્ડમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 30 એમએલડીનો નવો એસટીપી પ્લાન્ટ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.