ગાંઘીનગર– શાળાઓના મારફાડ ફી સામે વાલીઓના વધી રહેલા આક્રોશને લઇને દબાણમાં આવેલી સરકાર દ્વારા આજે કેટલાક નિવેદન બહાર આવી રહ્યાં છે. ગત સપ્તાહમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા નિવેદન આપવામાં સુપ્રીમનો નિર્ણય ન આવે ત્યાં સુધી શાળા સંચાલકો કહે તેટલી ફી ભરવી પડશે તેની સામે ભારે આક્રોશ જોવા મળતાં સરકાર વળી વાલીઓ તરફી નિવેદન આપી રહી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના વચગાળાના હૂકમ મુજબ શાળાઓને ફી લેવાનું કહેવાયું છે.
ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્માનું આજે નિવેદન આપતાં જણાવ્યું કે વધારે ફી ભરાઇ હશે તે સરભર કરવામાં આવશે, વાલીઓ વતી રાજ્સ સરકાર સુપ્રીમમાં લડી રહી છે. તેમણે જણાવેલાં નિવેદનના સારપુર જોઇએ તો…
- દરરોજ નવા નિવેદન… શાળા સંચાલકો મુંઝવણમાં અને વાલીઓમાં આક્રોશ
- શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પછી શિક્ષણપ્રધાન બોલ્યાં
- વધારે ફી ભરી હશે તો સરભર કરાશે
- વાલીઓ વતી સરકાર લડી રહી છે
- સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તમારે જે કહેવું હોય તે અમને કહો…
- સુપ્રીમ કોર્ટનો નિર્ણય માનવો પડશે
- વાલીઓ નથી તેવા લોકોના સરકાર પર આક્ષેપ છે.
- શાળાઓ કામચલાઉ ફી જાહેર કરશે
- કેટલાક લોકો ગેરસમજ ફેલાવવા માંગે છે
- સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે શાળાઓ પ્રોવિઝન ફી જાહેર કરી અને લઈ શકે છે
તો વિપક્ષ કોંગ્રેસના શૈલેષ પરમારે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે શાળા સંચાલકોનું વર્તન ગેરવાજબી છે તેવું નિવેદન કોંગ્રેસના શૈલેષ પરમારે કર્યું છે. કેટલીક શાળાઓએ પરિણામ અટકાવ્યા છે, અને આગામી વર્ષમાં પ્રવેશ પણ અટકાવ્યો છે અને શાળાના સંચાલકો મનમાની કરી રહ્યાં છે.