ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં આઠ દિવસ પહેલા એક ઘટના બની હતી. GIDCમાં કામ કરતા એક પર પ્રાંતિ પરિવારની દિકર પર પાડોશીએ નજર બગાડી હતી. પાડોશીની હેવાનીયત એટલી વધી કે બાળકી આખી પીંખી નાખી. જે બાદ પિડીતને બે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી, જે બાદ તેને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્પેશિયલ ડોક્ટરોની ટીમ નીચે સારવાર આપવામાં આવી રહી હતી. અંતે ગઈકાલ સાંજે મામૂસ બાળકી હારી ગઈને શ્વાસ છોડી દીધા. બીજી બાજું હેવાનને પોલીસે ધરબદોચ્યો અને તેની સામે કડક પગલે લેવાની દીશામાં કાર્યવાહી શરૂ કરી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં દસ વર્ષની બાળકી સાથે પાડોશીએ જ હેવાનિયતની હદ વટાવી દુષ્કર્મ આચાર્ય હતું. આ હવસખોરે દુષ્કર્મ બાદ તેના ગુપ્તાંગમાં સળીયો નાખી દીધો હતો અને પથ્થરથી છુંદીને મારી નાખવાનો પણ બાળકી પર પ્રયાસ કર્યો હતો. શિકાર બનેલી દસ વર્ષીય બાળકીને સૌ પ્રથમ બે ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાં દસ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન સોમવારે બાળકીની હાલત નાજુક થઈ હતી અને બે વખત કાર્ડિયાક એરેસ્ટ આવતા બાળકીએ અંતિમ શ્વાસ લીધો હતો. આ દુષ્કર્મ આચરનાર નરાધમ વિજય પાસવાનને પોલીસે ઝડપી પાડ્યો છે. વિજય પાસવાનના પોલીસે પહેલા કોર્ટમાં રજૂ કરતા તેના પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હતા. જેમાં પોલીસે તેને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું અને તેના વધુ રિમાન્ડ મેળવવા અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાં તેણે દુષ્કર્મના સમય અન્ય કોઈની મદદ લીધી હતી કે કેમ, તેણે રેકી માટે કોઈને સાથે રાખ્યો હતો કે કેમ, તેણે ઘટના પહેલા અને બાદમાં તેના મોબાઈલથી કોની કોની સાથે વાતચીત કરી, કયા પ્રકારની વાતચીત કરી, તે સહિતની વિગતો મેળવવા તેના સીડીઆર મેળવી તેના આધારે તપાસ કરવા માટે દસ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આરોપીના સાત દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા છે. હાલ તો પોલીસ દ્વારા પણ આ નરાધમને કડકમાં કડક સજા થાય તે દિશામાં તમામ પાસાઓની તપાસ અને પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.