ગાંધીનગર- રાષ્ટ્રના સ્વાતંત્ર્યપર્વ ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૮ની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગરમાં કરાશે. ૧૫ ઓગસ્ટના રોજ સવારે ૯-૦૦ કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરેન્દ્રનગરમાં ધ્વજવંદન કરાવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ભાવનગરમાં તથા નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ વડોદરામાં અને પ્રધાનમંડળના સભ્યો તથા જિલ્લા કલેકટરઓ વિવિધ જિલ્લામથકોએ સવારે ૯-૦૦ કલાકે ધ્વજવંદન કરાવશે.
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ-ક્યાં ધ્વજવંદન કરાવશે તેની વિગત આ મુજબ છેઃ
કેબીનેટ કક્ષાના પ્રધાનો | ||
ક્રમ | પ્રધાનોના નામ | જિલ્લાનું નામ |
૧ | આર.સી.ફળદુ | અમદાવાદ |
૨ | ભૂપેન્દ્રસિંહ ચુડાસમા | રાજકોટ |
૩ | કૌશિકભાઇ પટેલ | સુરત |
૪ | સૌરભભાઇ પટેલ | મહેસાણા |
૫ | ગણપસિંહ વસાવા | દાહોદ |
૬ | જયેશભાઇ રાદડીયા | જામનગર |
૭ | દિલીપકુમાર ઠાકોર | કચ્છ |
૮ | ઇશ્વરભાઇ પરમાર | ભરૂચ |
૯ | કુંવરજીભાઇ બાવળીયા | અમરેલી |
રાજ્યકક્ષાના પ્રધાનો | ||
૧૦ | પ્રદિપસિંહ જાડેજા | જૂનાગઢ |
૧૧ | પરબતભાઇ પટેલ | બનાસકાંઠા |
૧૨ | બચુભાઇ ખાબડ | પંચમહાલ |
૧૩ | જયદ્રથસિંહજી પરમાર | ખેડા |
૧૪ | ઇશ્વરસિંહ પટેલ | વલસાડ |
૧૫ | વાસણભાઇ આહિર | પાટણ |
૧૬ | વિભાવરીબેન દવે | સાબરકાંઠા |
૧૭ | રમણલાલ પાટકર | આણંદ |
૧૮ | કિશોરભાઇ કાનાણી | નવસારી |
આ ઉપરાંત મોરબી, દેવભૂમિ-દ્વારકા, પોરબંદર, ગિર-સોમનાથ, તાપી, બોટાદ, ગાંધીનગર, મહિસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા અને ડાંગ જિલ્લામાં સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે.