એનડીડીબીના ચેરમેનપદે વર્ષા જોશીની નિમણૂક

આણંદઃ કેન્દ્ર સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના સંયુક્ત સચિવ (સીડીડી) વર્ષા જોશીને 1 ડિસેમ્બર, 2020થી લાગુ કરી જ્યાં સુધી આગામી આદેશ પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન તરીકેનો પદભાર સોંપવામાં આવ્યો છે. એનડીડીબીના ચેરમેન તરીકેનો દિલીપ રથનો કાર્યકાળ 30 નવેમ્બર, 2020ના રોજ પૂરો થઈ રહ્યો છે.એનડીડીબીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે  દિલીપ રથ વર્ષ 2011માં એનડીડીબીમાં જોડાયા હતા અને ત્યાર બાદ 1 ઓગસ્ટ, 2016થી તેમણે ચેરમેનનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. 1 ડિસેમ્બર, 2016એ તેમણે પ્રથમ કાર્યકાળ માટે એનડીબીબીના ચેરમેનનો હોદ્દો સંભાળ્યો હતો અને ત્યાર બાદ 1 ડિસેમ્બર, 2018થી શરૂ કરી તેઓ બે વર્ષના વધારાના સમયગાળા માટે ચેરમેનના હોદ્દા પર ફરીથી નિમણૂક પામ્યા હતા.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]