ચેન્નઈઃ એર પેસેન્જર એસોસિયેશન ઓફ ઇન્ડિયા (APAI.IN)ના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધાકર રેડ્ડીએ યુનાઇટેડ કિંગડમમાં APAIના વાઇસ પ્રેસિડન્ટ તરીકે મૂળ ગુજરાતી અને હાલ લંડનસ્થિત ઉદય ધોળકિયાની નિમણૂકની જાહેરાત કરી હતી. APAI ઓ ભારતનું પ્રિમિયર ઉદ્યોગ મંચ છે, જે દેશના સિવિલ એવિયેશન ઇન્ડસ્ટ્રીનાં મંતવ્યો અને ફરિયાદોની ચર્ચા-વિચારણા કરવા માટે પ્રોત્સાહન પૂરાં પાડે છે, એમ તેમણે કહ્યું હતું.
અમે ભારતના સિવિલ એવિયેશન ઇન્ડસ્ટ્રીને વૈશ્વિક ખેલાડી બનવા માટે સહયોગ, વાટાઘાટ કરવા અને સંવાદ કરવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. અમે હવાઈ મુસાફરોના હકો વિશે જાગૃતિ લાવવા અને મદદ કરવા માટે એવિયેશન ઉદ્યોગના વિવિધ વિભાગો વચ્ચે વચ્ચે સમન્વય કરીને નિવેડો લાવવા પ્રયાસો કરીએ છીએ, એમ તેમણે કહ્યું હતું.
યુનાઇટેડ કિંગડમ એ ભારતીયો અને બ્રિટિશના ભારતીયો માટે સેતુ
ઉત્તર અમેરિકા જતા સીધા, અથવા વાયા અમેરિકા જતા ભારતીયો યુનાઇટેડ કિંગડમ એ ભારતીય અને બ્રિટિશના વસતા ભારતીયો માટે એક મહત્વનું સ્થળ છે, આ ટ્રાફિક ભારતનાં સ્થાનિક બજારોમાં કોડ શેરને પણ સપોર્ટ કરે છે. યુકેમાં સિવિલ એવિયેશન ઓથોરિટી –ખાસ કરીને તેની ઇનસોલવન્સી પેનલ દ્વારા ATOL હેઠળ પ્રવાસીઓને મદદ કરે છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ઇન્ડિયન કેરિયર્સને સમર્થન તમારું સમર્થન ઘણું સરાહનીય છે અને યોગદાન નોંધપાત્ર છે. અમે યુકેમાં અમારી મેમ્બરશિપ વધારવામાં તમારા ટેકાની રાહ જોતા હોઈએ છીએ, જ્યાં ભારતીય મૂળના લોકો APAIના સભ્ય બની શકે.
APAIના બોર્ડમાં તમારું સ્વાગત છે
APAIના બોર્ડમાં તમારું સ્વાગત છે. મને ખાતરી છે કે તમે યુકે અને ભારત વચ્ચે પ્રવાસીઓની સલામતીના શ્રેષ્ઠ પ્રયાસો કરશો અને ભારતીય પ્રવાસીઓને APAIની ઓફર પહોંચાડવામાં સેતુ સાબિત થશો, એમ તેમણે કહ્યું હતું.
હું બ્રિટિશ નાગરિક તરીકે મારા ભારત સાથે ગાઢ સંબંધો છે. ખાસ કરીને એવિયેશન સાથે. સુધાકરજી રેડ્ડી અને APAIના બોર્ડના કહેવાથી હું આ ભૂમિકા નિભાવવા તૈયાર છું અને આપનો આભાર માનું છું. યુકેમાં હું ગ્રાહકોનો વિશ્વાસ અને વેપારી સમુદાય તેમ જ રેગ્યુલેટરીનાં હિતોનું રક્ષણ કરવા સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે મારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરું છું, જે યુકેના સોફ્ટ પાવરના પ્રભાવને આંતરરાષ્ટ્રીય સ્તરે વધારશે, એમ ઉદય ધોળકિયાએ જણાવ્યું હતું.