અમદાવાદઃ ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ કિનારે ભાવનગરથી 140 કિલોમીટરે અમરેલી જિલ્લામાં આવેલું ખાનગી ક્ષેત્રનું દેશનું સૌપ્રથમ પોર્ટ પિપાવાવ છે. APM ટર્મિનલ્સ કન્ટેઇનર, રો/રો (પેસેન્જર કાર) અને પ્રવાહી પદાર્થો અને ડ્રાય બલ્ક કાર્ગો માટે દેશનાં અગ્રણી ગેટવે પોર્ટમાંનું એક છે, જે દેશનાં અંતરિયાળ વિસ્તાર અને ઉત્તર-પશ્ચિંમ વિસ્તારોના રોડ અને રેલ નેટવર્ક સાથે ગુજરાતના ગ્રાહકોને સેવા આપે છે. APM ટર્મિનલ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિ.)ને સ્મોલ અને મધ્યમ કદનાં ઓર્ગેનાઇઝેશનની શ્રેણીમાં સતત બીજી વાર ‘ગ્રેટ પ્લસ ટુ વર્ક’ સર્ટિફિકેટ મળ્યું છે. કર્મચારીઓ સૌથી વધુ કીમતી હિતધારકોમાં સામેલ છે અને આ કર્મચારીઓ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા વ્યકત કરે છે, એમ APM ટર્મિનલ પિપાવાવનું માનવું છે.
10,000થી વધુ કંપનીઓની વર્ક સર્ટિફિકેશન માટે અરજી
દર વર્ષે 60 દેશોમાંથી 10,000થી વધુ કંપનીઓ વર્ક-સર્ટિફિકેશન માટે ગ્રેટ પ્લેસનું સ્થાન મેળવવા અરજી કરે છે. APM ટર્મિનલ્સ પિપાવાવનું મૂલ્યાંકન બહુ પરિમાણીય અભિગમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓએ ઓનલાઇન સર્વેમાં જવાબ આપ્યા હતા. વિવિધ સ્તરે કર્મચારીઓએ કંપનીના મૂલ્યાંકન માટે ઇન્ટરવ્યુ આપ્યા હતા અને ઇન્સ્ટિટ્યૂટની વેબસાઇટ દ્વારા એની નીતિઓનું વિગતવાર વિશ્લેષણ થયું હતું. આ ‘ગ્રેટ પ્લેસ ટુ વર્ક’ કંપનીના કર્મચારીઓના અનુભવનો સંપૂર્ણ ચિતાર આપે છે. APM ટર્મિનલ્સ પિપાવાવના કર્મચારીઓને કંપનીમાં કામ કરવા માટે ગર્વ છે અને તેઓ અહીં સતત કામ કરવાની ઇચ્છા ધરાવે છે.
સર્ટિફિકેટ મળવા બદલ ગર્વ
APM ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડિરેક્ટર જેકોબ ફ્રિસ સોરેન્સને કહ્યું હતું કે અમને સતત બીજી વાર આ સર્ટિફિકેટ મળ્યું છે. આ અમારી સર્વસમાવેશક અને પારદર્શક કામગીરીનો પુરાવો છે. જે અમે સતત સંદેશવ્યવહારથી ઊભી કરી છે અને અમે અમારાં મૂલ્યોને વળગી રહ્યાં છે.
પોર્ટની હાલની વાર્ષિક ક્ષમતા
પિપાવાવ પોર્ટની હાલની વાર્ષિક કાર્ગો સંચાલનની ક્ષમતા 1.35 મિલિયન TEU કન્ટેઇનર્સ, અઢી લાખ પેસેન્જર કાર, બે મિલિયન મેટ્રિક ટન લિક્વિડ બલ્ક અને ચાર મિલિયન ટન ડ્રાય બલ્ક છે. APM ટર્મિનલ્સ આંતરરાષ્ટ્રીય ટર્મિનલ નેટવર્કનો એક ભાગ છે.